GSTV
Home » News » આ ઈન્ટરનેશનલ કંપનીએ ગુજરાતનાં ખેડૂતો સામે કર્યો કેસ

આ ઈન્ટરનેશનલ કંપનીએ ગુજરાતનાં ખેડૂતો સામે કર્યો કેસ

pepsico case against farmer

અમદાવાદમાં ખેડૂતો સામે પેપ્સિકો કંપનીએ કોપીરાઈટનો દાવો કર્યો છે. પેપ્સીકો કંપનીએ કોમર્શિયલ કોર્ટમાં ચાર ખેડૂતો સામે કેસ કર્યો છે. અમુક બટાકાની કોપીરાઈટ હોવાનો કંપનીએ આક્ષેપ કર્યો છે. અને એક-એક કરોડ રૂપિયાના નુકશાનીનો દાવો કર્યો છે. કંપનીએ બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના ખેડૂતો સામે આ કેસ કર્યો છે. તો ખેડૂતોના વકીલ તરફથી કોર્ટમાં વકીલાતનામું રજૂ કરાયું. કોર્ટમાં ચારેય ખેડૂતો હાજર રહ્યા હતાં. અને હવે આ મામલે 12 જૂને સુનાવણી થશે. અમેરિકાની પેપ્સિકો કંપનીએ ગુજરાતના બટાકા ઉત્પાદિત કરતાં 12 ખેડૂતો પર ગુના નોંધ્યા છે. જેથી ગુજરાતના ખેડૂત સંગઠનોએ કંપની સામે લડી લેવા માટે 24 એપ્રિલ 2019થી આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. આ માટે ગુજરાતના કેટલાંક ખેડૂત આગેવાનો મળ્યા હતા.

કંપનીનો દાવો છે કે તેમના પેટન્ટ ધરાવતા લેઈસ (Lay’s)ની ચીપ્સ બનાવવાના બિયારણથી ગુજરાતના ખેડૂતો બટાકા ઉગાડે છે. વેપારી અદાલતે વિનોદ પટેલ, હરિભાઈ પટેલ અને છબીલ પટેલ નામના 3 ખેડૂતો પર બટાકા ઉગાડવા કે વેચવા પર 26 એપ્રિલ સુધી રોક લગાલી દીધી હતી. અદાલતે આ ખેડૂતો પાસેથી જવાબ માંગ્યો છે. ખેડૂતો માટે અહેવાલ તૈયાર કરવા માટે અદાલતે આદેશ આપ્યો છે. 2018 અને 2019માં આવા 12 જેટલા ખેડૂતો સામે વિદેશી કંપનીએ પગલાં લીધા છે. એશિયામાં બટાકાનું સૌથી વધુ ઉત્પાદન ડીસામાં થાય છે. પેપ્સિકોએ દુનિયામાં સેંકડો ખેડૂતો પર આવા દાવા કર્યા છે. અમેરિકા અને કેનેડાના કેટલાક ખેડૂતો જેલમાં છે. હવે ગુજરાતમાં તે જ વ્યૂહરચના અપનાવવામાં આવી રહી છે.  જેથી રાજ્યમાં ખેડૂત સંગઠનોએ પેપ્સિકો કંપની સામે બાયો ચડાવી છે અને જો કેસ પરત ના લે તો આગામી દિવસમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

READ ALSO

Related posts

ટ્રાફિકના નવા કાયદાનો આ પાર્ટીએ કર્યો વિરોધ, આપી જલદ આંદોલનની ચીમકી

Nilesh Jethva

એએમસીની ઘોર બેદરકારી, પકડેલા ઢોરને દયનીય સ્થિતિમાં રાખવામાં આવે છે

Nilesh Jethva

સૌરાષ્ટ્રમાં તપેલી ખોપડીઓ પર તપેલીઓ રખાઈ, હેલમેટ ન મળતાં સાયકલ લઇ પહોંચ્યા કોર્ટ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!