આંધ્રપ્રદેશના પૂર્વી ગોદાવરી જિલ્લામાં ત્રાટકેલા ચક્રવાત નિવારના કારણે કેટલાક લોકોની કિસ્મત બદલાઈ ગઈ છે. સામાન્ય રીતે આ પ્રકારના વાવાઝોડા વરસાદ અને વિનાશ ળઈને આવતા હોય છે ત્યારે શુક્રવારે સવારે ઉંઘમાંથી ઉઠેલા લોકોને દરિયા કિનારે નાનકડા મોતી જેટલા સોનાના ટુકડા મળી આવ્યા હતા. સ્થાનિક માછીમારો પૈકીના કેટલાકને આ પ્રકારના નાના ટુકડા મળ્યા બાદ આ વિસ્તારમાં વાત આગની જેમ ફેલાઈ હતી. એ પછી સેંકડો લોકો દરિયા કિનારે દોડી ગયા હતા અને દરિયાની રેતી ફંફોસવા લાગ્યા હતા.

લગભગ 50 જેટલા ભાગ્યાશાળી લોકોને સોનાના નાના ટુકડા મળ્યા
એવું કહેવાય છે કે, લગભગ 50 જેટલા ભાગ્યાશાળી લોકોને સોનાના નાના ટુકડા મળ્યા છે. હજી પણ લોકો દરિયાની રેતીમાં સોનું તલાશ કરી રહ્યા છે. જોકે ચક્રવાતના કારણે આ ટુકડા કેવી રીતે દરિયા કિનારે આવ્યા તે એક રહસપ્ય જ છે. જોકે સ્થાનિક પોલીસનું કહેવું છે કે, દરિયા કિનારો કપાઈ રહ્યો હોવાથી તાજેતરમાં બે મંદિરો તુટી ગયા હતા અને તેટલો કેટલોક હિસ્સો દરિયામાં વહી ગયો હતો. આવી જ હાલત કેટલાક ઘરોની થઈ હતી. એક અનુમાન પ્રમાણે છેલ્લા બે દાયકામાં 150 એકર જમીન દરિયામાં જતી રહી છે.

આ ઘરોમાં અને મંદિરમાં રહેલા સોનાનો કેટલોક હિસ્સો દરિયા કિનારે આવી ચઢ્યો
એક અનુમાન એવું છે કે, આ ઘરોમાં અને મંદિરમાં રહેલા સોનાનો કેટલોક હિસ્સો દરિયા કિનારે આવી ચઢ્યો હોય પણ તે પણ છાતી ઠોકીને કહી શકાય એમ નથી. આ અહેવાલ બાદ હવે તંત્ર જાગ્યું છે અને અધિકારીઓ આ વિસ્તારની મુલાકાત લેવાના છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- પાટણ: સ્થાનિક ચૂંટણીઓને લઈને તૈયારીઓ પુરજોશમાં, ઉભા કરાયા 1 હજારથી વધુ મતદાન મથકો
- ઇન્ડોનેશિયામાં ફાટ્યો માઉન્ટ મેરાપી ભીષણ જ્વાળામુખી, 30 કિલોમીટર સુધી સંભળાયો અવાજ
- શું તમે જાણો છો/ પગારમાંથી માસિક કપાતા 25 રૂપિયામાંથી તમને મળે છે લાખોનો ફાયદો
- VIDEO: શું તમે ક્યારેય પક્ષીઓને બાસ્કેટબોલ રમતા જોયા છે, આજે અમે આપને બતાવીશું આ મજેદાર રમત
- સ્થાનિક ચૂંટણી પહેલા ભરૂચની જનતા આકરા પાણીએ, મતદાન ન કરવાની ચીમકી ઉચ્ચારી