યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ બજરંગ બલીને દલિત અને વંચિત ગણાવી ફસાયા વિવાદો

બજરંગ બલીને દલિત અને વંચિત ગણાવીને વિવાદોમાં ફસાયેલા યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની મુશ્કેલીઓ ઘટવાનું નામ લઈ રહી નથી. વિપક્ષી પાર્ટીઓ અને ઘણાં સંગઠનોના નિશાના પર આવ્યા બાદ હવે ઉત્તરપ્રદેશના રાજ્યપાલે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને સલાહ આપી છે. નાઈકે કહ્યુ છે કે પોતાની વાતને સભ્યતાપૂર્વક રજૂ કરવી અને કોઈની પણ લાગણીને ઠેસ પહોંચાડયા વગર પોતાના વિચારો લોકો સામે રજૂ કરવા લોકશાહી માટે બેહદ જરૂરી છે.

રાજ્યપાલ રામ નાઈકે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને સલાહ આપી છે કે તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પાસેથી શીખ લેવી જોઈએ. રામ નાઈકે કહ્યુ છે કે અટલજી પોતાની વાતોને એટલી વિનમ્રતાથી રજૂ કરતા હતા કે સંસદમાં હંમેશા સૌ કોઈનું દિલ જીતી લેતા હતા. અટલજીની આવી બાબતોમાંથી શીખ લઈને અન્યો માટે અનુકરણીય હોય તેવીબાબતો કહેવી જોઈએ અથવા આવા વિચારો રજૂ કરવા જઈએ.

પ્રયાગરાજ ખાતે મીડિયા સાથેની વાતચીતમાં રામ નાઈકે આ મામલાને રાજકીય ગમાવતા વધુ કંઈપણ બોલવાનો ઈન્કાર કર્યો અને થોડાક શબ્દોમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને સલાહ પણ આપી દીધી હતી. તેમણે આ વખતે પ્રયાગરાજ ખાતે યોજાનારો કુંભમેળો અદભૂત હોવાનું પણ જણાવ્યું હતું.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter