135 મિનિટ વ્હોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ પર ઑનલાઈન રહે છે યુવાનો

ભારતમાં દરરોજ મોટાભાગના ગ્રાહક એક જીબી ડેટાનો ઉપયોગ કરવા લાગ્યા છે. જે લગભગ બે વર્ષ પહેલા સરેરાશ 4 જીબી સુધી હતો. નીલસન ઈન્ડિયાના એક રિપોર્ટ પરથી મળેલી માહિતી મુજબ, આખી દુનિયાના ગ્રાહકો દ્વારા ઑનલાઈન સમય વિતાવવાનો સમય સરેરાશ 135 મિનિટનો છે. નીલસને વધારે ડેટા ખર્ચ કરવા પાછળ સસ્તા સ્માર્ટફોન અને ઓછી કિંમતે મળતા ડેટા પ્લાનનું કારણ આગળ ધર્યુ છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પહેલાની સરખામણીઁએ હવે વધુ લોકો સ્માર્ટફોન ખરીદવા લાગ્યા છે. નીલસન ઈન્ડિયાના ડાયરેક્ટર (ટેકનોલૉજી આઈપી) અભિજીત મટકરના જણાવ્યા મુજબ માર્કેટમાં 5000 રૂપિયાથી ઓછી કિંમતના સ્માર્ટફોન આવી ગયા છે. એવામાં એક અલગ પ્રકારના ગ્રાહકોનો સમૂહ ઉભો થયો છે, જેણે ફીચર ફોનની જગ્યાએ સીધા સ્માર્ટફોન ખરીદ્યા છે.

છેલ્લા 15 થી 18 મહિનામાં ડેટાનો સૌથી વધારે ઉપયોગ વ્હોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ગૂગલ ક્રોમમાં થયો છે. તાજેતરમાં રિલાયન્સ જિયોએ બધા ગ્રાહકોને કેડબરીના 5 રૂપિયા અથવા તેનાથી વધુ કિંમતવાળી ચૉકલેટ પર 1 જીબી ડેટા ડેટા આપ્યો છે, તો કંપનીએ બીજો પ્લાન એ પણ રજૂ કર્યો કે જેના નામે જિયો સેલિબ્રેશન પેક રજૂ કર્યુ છે, તે મુજબ બધા એક્ટિવ ગ્રાહકોને જિયો ફ્રીમાં 10 જીબી ડેટા આપી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં જિયો લોન્ચ થયુ હતું અને આ બે વર્ષ દરમ્યાન ભારતમાં મોબાઈલ ડેટાનો ઉપયોગ 20 કરોડ ગીગાબાઈટ (જીબી)થી વધી લગભગ 370 કરોડ જીબી સુધી પહોંચી ગયો છે. જેનું મુખ્ય કારણ મોબાઈલ ડેટાનો સસ્તો ઉપયોગ હોવાનું જણાવાઈ રહ્યું છે.

વર્ષગાંઠના પ્રસંગે જિયો પોતાના ગ્રાહકોને દરરોજ 2 જીબી ડેટા આપી રહ્યું છે. આ ડેટા 11 સપ્ટેમ્બર સુધી મળશે. એટલે આ ઑફર ફક્ત 11 સપ્ટેમ્બર સુધી જ છે. જેની શરૂઆત આજે એટલેકે 7 સપ્ટેમ્બરથી થઈ છે. એવામાં 5 દિવસમાં તમને કુલ 10 જીબી ડેટા મળશે. દરરોજ રાત્રે 12 કલાકે 2 જીબી ડેટા પોતાના એકાઉન્ટમાં આવી જશે. આ સિવાય જિયો પાતાના ગ્રાહકોને 1 જીબી ડેટા ફ્રીમાં આપી રહી છે. જો તમારે પણ 1 જીબી ડેટા ફ્રી લેવો છે તો તમારે કેડબરી ડેરી મિલ્ક ચોકલેટ ખરીદવી પડશે. આ ઑફર 5 રૂપિયા અને તેનાથી વધુ કિંમતવાળી કેટબરી ડેરી મિલ્ક ચોકલેટ સાથે મળી રહી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter