GSTV

પેગાસસ જાસૂસી વિવાદ/ મુખ્ય ન્યાયાધીશ દખલ કરવા માંગ, ૫૦૦થી વધુ લોકોએ લખ્યો પાત્ર

પેગાસસ

Last Updated on July 30, 2021 by Damini Patel

પેગાસસ જાસૂસી વિવાદમાં હવે ૫૦૦થી વધુ લોકો અને સંગઠનોએ દેશના મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમન્નાને પત્ર લખીને દખલગીરી કરવા માટે માગણી કરી છે. મુખ્ય ન્યાયાધીશ રમણને ઈઝરાયેલની કંપની એનએસઓ પાસેથી પેગાસસ સ્પાયવેરની ખરીદી તુરંત અટકાવવા પણ પત્ર લખાયો છે.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન. વી. રમણે પત્ર લખીને વિવિધ મીડિયા અહેવાલોમાં પેગાસસ સ્પાયવેરના ઉપયોગ અંગેના સમાચારો અંગે ચિંતા વ્યક્ત કરાઈ છે. સીજેઆઈને પત્ર લખીને આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવાયું છે કે પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ વિદ્યાર્થીઓ, શિક્ષણ સંસ્થા સાથે સંકળાયેલા લોકો, પત્રકારો, માનવાધિકાર કાર્યકરો, વકીલ અને જાતીય સતામણીનો ભોગ બનેલી પીડિતાઓની જાસૂસી માટે કરાઈ રહ્યો હતો.

સરકાર

સુપ્રીમ કોર્ટને પત્ર લખનારાઓએ ડેટા સુરક્ષા અને પ્રાઈવસી પોલિસી તરફ પણ સીજેઆઈનું ધ્યાન દોર્યું છે. પત્રમાં કોર્ટના એક અધિકારીની કથિત જાસૂસીનો મુદ્દો પણ ટાંકવામાં આવ્યો છે, જેમણે તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ વિરુદ્ધ જાતીય સતામણીનો આરોપ મૂક્યો હતો. આ પત્ર પર અરૂણા રોય, અંજલી ભારદ્વાજ, હર્ષ મંદર જેવા સ્કોલર, વૃંદા ગ્રોવર, ઝુમા સેન જેવા વકીલોનો સમાવેશ થાય છે.

Read Also

Related posts

અતિઅગત્યનું/ 1 તારીખથી તમારી સેલરી અને બેંકમાં જમા રૂપિયાના આ નિયમો બદલાઇ જશે, આવક પર પડશે સીધી અસર

Bansari

ગણપતિ વિસર્જનની પોસ્ટ શેર કરી ટ્રોલ થયા શાહરુખ ખાન, ભડકેલ કટ્ટરપંથીઓએ એક્ટર યાદ કરાવ્યો ધર્મ

Damini Patel

સોનુ સૂદ ભરાશે/ કરોડોની કરચોરીને લગતા મળ્યા પુરુવા, ઇનકમ ટેક્સ ડિપાર્ટેમેન્ટ લગાવ્યા આ પાંચ ગંભીર આરોપ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!