GSTV

ગુનાઇત રેકોર્ડ ધરાવતા લોકોને પક્ષે ટિકિટ ના આપવી જોઇએ : ચૂંટણી પંચે સુપ્રીમને પત્ર લખતા નેતાઓમાં ફફડાટ

ચૂંટણી પંચે આજે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે તમામ ઉમેદવારોનો ગુનાઇત રેકોર્ડ માધ્યમોમાં પ્રસિધ્ધ કરવા 2018ના તેમના આદેશે પણ રાજકારણના અપરાધીકરણને રોકી શકી નહતી અને પંચે કહ્યું હતું કે રાજકીય પક્ષોએ પોતે જ આવા અપરાઘીઓને ચૂંટણીમાં ઊભા ના રાખવા જોઇએ.

2018માં દેશની સર્વોચ્ચ અદાલતે કરેલા આદેશ છતાંરાજકારણનું અપરાધીકરણ જારી જ છે અને  તેનો કોઇ વિકલ્પ તો શોધવો જ પડશે, એમ પંચે કહ્યું હતું. જસ્ટિસ આર.એફ.નરિમાન અને એસ.રવિન્દ્ર ભટની બેન્ચે ચૂંટણી પંચને એક સપ્તાહમાં કોઇ ફોર્મ્યુલા લઇને આવવા કહ્યું હતું જેનાથી દેશના હિતમાં રાજકારણના અપરાધીકરણને રોકી શકાય.

તેમણે ભાજપના નેતા અને વકીલ-અરજદાર અશ્વિની ઉપાધ્યાય અને ચૂંટણી પંચને સાથે બેસી એવા સુચનો કરવા કહ્યું હતું જેનાથી રાજકારણના અપરાધીકરણને રોકી શકાય. ચૂંટણી પંચ વતી કોર્ટમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે કહ્યું હતું કે પંચે રાજકારણનું  અપરાધીકરણ થતું રોકવા અનેક પગલાં ભર્યા હતા. 2018માં સર્વોચ્ચ અદાલતે આપેલા આદેશ પણ સફળ થયા નહતા.

તેમણે આગ્રહ કર્યો હતો કે  ગુનાઇત ઇતિહાસ ધરાવતો કોઇ રાજકારણી પક્ષનો ઉમેદવાર ના બને તે માટે  પક્ષો પર જ જવાબદારી નાંખી દેવી જોઇએ. ‘હાલની સ્થિતી અને સંસદનું  ચિત્ર જોતાં આપણે કલ્પના કરી શકીએ છીએ કે  રાજકારણનું અપરાધીકરણ થતું રોકવા કોઇ જ કાયદો બનશે નહીં. ઉપરાંત  જેમની સામે ગંભીર ગુના નોંધાયા છે   તેમને ગેરલાયક પણ ઠેરવાશે નહીં, એવું જ માનવું રહ્યું.

Rabri Devi EC

ઉપાધ્યાય વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ ગોપાલ સુબ્રમણ્યમે કહ્યું હતું કે હાલમાં 46 ટકા સાંસદો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે અને આવી  સ્થીતીમાં આ બાબતે કોઇ કાયદો બનાવવામાં આવશે તેવું ધારી શકાય નહીં. આના જવાબમાં બેન્ચે ઉપાધ્યાયને અને ચૂંટણી પંચને રાજકારણનું અપરાધીકરણ થતું રોકવા કોઇ નક્કર સુચનો કરવા કહ્યું હતું. ‘જાહેર હિતમાં આ કામ વહેલામાં વહેલી તકે કરવું જોઇએ. ઉપરાંત તેને વિરોધ કરનાર અરજી તરીકે પણ ના લેવી જોઇએ.

તમે બંને સાથે બેસો અને રાજકારણનું અપરાધીકરણ કેવી રીતે રોકી શકાય તે માટે નક્કર સુચનો આપો’એમ બેન્ચે કહ્યું હતું. કેન્દ્ર સરકારે ઉપાધ્યાય દ્વારા કરાયેલી માનહીનીની અરજીને ફગાવી દેવા અરજી કરી હતી અને કહ્યું હતું કે 25 સપ્ટેમ્બરે સર્વોચ્ચ અદાલતે કાયદો ઘડવા કોઇ જ ચોક્કસ આદેશ આપ્યો નહતો.

ચૂંટણી લડતા પહેલાં તમામ ઉમેદવારોને તેમના ગુનાઇત ઇતિહાસને જાહેર કરવા સર્વોચ્ચ અદાલતના ચૂકાદા પર  પંચે  અમલ નહીં કરતાં  કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ સામે કોર્ટના આદેશનો ભંગ  કરવા બદલ કેસ કરવાની  ગયા વર્ષે માર્ચમાં   ઉપાધ્યાયે કરેલી  અરજીનો જવાબ માગ્યો હતો.

READ ALSO

Related posts

અમેરિકન કંપની હાર્લી ડેવિડસને ભારતને કહ્યુ અલવિદા, આ દિગ્ગજ કંપનીઓએ પણ છોડ્યુ ઈન્ડિયન માર્કેટ

Pravin Makwana

કામના સમાચાર/ ખીસ્સામાં ડેબિટ કાર્ડ નહીં હોય તો પણ કરી શકશો પેમેન્ટ, આ બેંક લાવી રહી છે નવી સુવિધા

Pravin Makwana

ITR ભરનારા લોકો માટે મહત્વની ખબર/ ઈન્કમ ટેક્સ વિભાગે જણાવી મહત્વની વાત, શા માટે અગત્યની છે 30 તારીખ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!