GSTV

૫૬ ઇંચની છાતીવાળા બિહારના આ નેતા સામે ઘૂંટણીયે પડ્યા, તેજસ્વીએ માર્યો ટોણો

Last Updated on December 24, 2018 by Karan

લોકસભાની ચૂંટણી પહેલા બેઠકોની ફાળવણી મુદ્દે બિહારમાં ભાજપે નીતીશ કુમારની સામે ઝુકવું પડયું છે અને બે જ બેઠકો જીતનારા જદ(યુ)ને ૧૭ બેઠકો ફાળવી છે. જ્યારે બીજી તરફ ભાજપે ૨૨ બેઠક જીતી હોવા છતા માત્ર ૧૭ બેઠકોથી જ સંતોષ માની લીધો હતો. જેને પગલે વિપક્ષે પણ ભાજપના દાવાઓ અંગે અનેક સવાલો ઉઠાવ્યા હતા અને નરેન્દ્ર મોદીના ૫૬ ઇંચની છાતી વાળા નિવેદનને ટાંકીને ટોણો પણ માર્યો હતો. આરજેડીના નેતા તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે નીતીશ કુમારની સામે ૫૬ ઇંચની છાતી વાળા ઘુંટણીએ પડી ગયા.

એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતી વેળાએ તેજસ્વી યાદવ અને ઉપેન્દ્ર કુશવાહાએ અમિત શાહ, નરેન્દ્ર મોદી અને ભાજપને ટોણો માર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જે મોદી એક સમયે ૫૬ ઇંચની છાતીના દાવા કરતા હતા તેઓ એ નીતીશ કુમારની સામે ઘુંટણીએ પડયા છે કે જેને ગત લોકસભાની ચૂંટણીમાં માત્ર બે જ બેઠકો મળી હતી. આ પરથી ખ્યાલ આવી શકે કે એનડીએને બચાવવા માટે કેવા હવાતીયા મારી રહ્યા છે. તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે એવી તે કેવી મજબુરી આવી ગઇ કે ભાજપે નીતીશ કુમારના ઘુંટણીએ પડવુ પડયું.

Related posts

ડિજીટલ ઈન્ડિયા: પીએમ મોદી 2 ઓગસ્ટે લોન્ચ કરશે ઈ-રૂપી (વાઉચર), જાણો કેવી રીતે કામ કરશે ડિજીટલ પેમેન્ટ

Pravin Makwana

કોરોનાના વધતા કેસોને લઇ કેન્દ્રની રાજ્યોની ચેતવણી, 10 ટકાથી વધુ સંક્રમણવાળા જિલ્લાઓમાં કડક પ્રતિબંધ લાદે

Damini Patel

સરકાર સંસદમાં-વિપક્ષ બારણે: સંસદના ચોમાસું સત્રમાં ફક્ત 18 કલાક કામ થયું, પ્રજાના 133 કરોડ રૂપિયાનો ધૂમાડો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!