વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કમાટીબાગ ઝૂમાં આશરે દોઢ મહિના અગાઉ જૂનાગઢથી લવાયેલા બે બાળ સિંહ આવતી કાલથી ઝૂના મુલાકાતીઓ જોઇ શકશે.
વડોદરા કોર્પોરેશને જૂનાગઢ ખાતેના ઝૂ સત્તાધીશો સમક્ષ અગાઉ સિંહ અને સિંહણની જોડી માગી હતી. આ જોડી ઉંમરમાં નાની હોય તેવો આગ્રહ રખાયો હતો. જૂનાગઢથી આ જોડી મળતા ગયા ૧૯ ડિસેમ્બરે વડોદરા લવાઇ હતી. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટિનો નિયમ છે કે કોઇ પણ ઝૂમાં નવા પ્રાણીને લવાય તો તેને ૩૦થી૪૫ દિવસ સુધી ક્વોરેન્ટાઇન રાખવા. પ્રાણી નવા વાતાવરણમાં, નવા પિંજરામાં, નવા લોકો વચ્ચે આવે ત્યારે તેને અનુકૂળ થવામાં ૩૦થી૪૫ દિવસનો સમય લાગે છે. એમાંથી આ બાળ સિંહ જોડી રોડ માર્ગે વડોદરા લવાઇ હતી એટલે ટ્રાવેલિંગનો પણ તેને થાક લાગે છે. સતત ટ્રાવેલિંગ કરીને આવેલા પ્રાણીને અઠવાડિયા સુધી આમેય આરામ કરવા દેવાય છે.

ઝૂમાં લવાયા બાદ તેને ખોરાક અને બીજા જરૃરી સપ્લિમેન્ટસ આપવાનું ચાલુ કરાય છે. ૩૦થી૪૫ દિવસના સમયમાં તે વાતાવરણથી પરિચિત થઇ જાય છે. બાળ સિંહનું નામ સમ્રાટ છે અને સિંહણનું નામ સમૃધ્ધિ છે. બંનેની ઉંમર હાલ આશરે પોણા બે વર્ષની છે. બંનેનો એપ્રિલ – ૨૦૨૦માં જન્મ થયો છે.
ઝૂમાં સિંહ કુંવર અને સિંહણ ગેલની જોડી હતી. જેમાં ગયા નવેમ્બરમાં ગેલને પિંજરામાં રમતાંરમતાં ઝાડનુ ડાળખું મોં પર વાગી જતાં ગંભીર ઘાયલ થઇ હતી અને નિષ્ણાત ડોક્ટરોને બોલાવીને તેની સારવાર પણ કરાવી હતી, પરંતુ કિડનીમાં ઇન્ફેક્શન હોવાથી ગેલ સાજી થઇ શકી નહીં અને તેનું મરણ થયું હતું.
Read Also
- પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી
- માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા
- મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી
- અમદાવાદમાં NCDCની રાષ્ટ્રીય કક્ષાની મિટિંગ યોજાઈ, દલિત ખ્રિસ્તીઓને SC સ્ટેટસ અપાવવા લડે છે લડત
- ભારત – સાઉથ આફ્રિકાની પ્રથમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ