GSTV
Health & Fitness Life Trending

સ્વાસ્થ્યની કાળજી/ પપૈયાના ફાયદા તો આપ સૌ જાણતા હશો, પણ પપૈયું ખાવાનું કેટલાય નુકસાન પણ જાણી લો

નાનપણથી આપ સાંભળતા આવ્યા હશો કે, પપૈયા પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ફાઈબર અને વિટામીંસ જેવા કેટલાય પોષક તત્વો હોય છે. પાચન, વજન વધારવુ, ડાયાબિટીશ, કેન્સર જેવી સમસ્યાઓ માટે તેને રામબાણ માનવામાં આવે છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે, તે બજારમાં કાયમ મળી રહે છે અને વધારે મોંઘુ પણ નથી હોતું. આજ કારણ છે કે, કેટલાય ઘરોમાં તે દરરોજ મળી આવે છે. પપૈયાના સારા ગુણો તો સૌ કોઈ જાણે છે કે, પણ તેના નુકસાન વિશે બહું ઓછા લોકોને તેની ખબર હશે. અહીં નુકસાનનો મતલબ અમુક બિમારીથી પીડિત લોકોને પપૈયુ નુકસાન પહોંચાડી શકે છે. તો આવો જાણીએ ક્યા લોકોએ પપૈયુ ન ખાવું જોઈએ.

હાર્ટબીટની સમસ્યા દરમિયાન ન ખાવું જોઈએ પપૈયું

હ્દય સાથે જોડાયેલી બિમારી માટે પપૈયુ ફાયદાકારક હોય છે. તો વળી હાર્ટ બીટ અનિયંત્રિત થતાં તેના સેવનથી બચવું જોઈએ. પપૈયામાં સાઈનોજેનિક ગ્લાઈકોસાઈડ અમીનો એસિડ હોય છે. આ એસિડ પાચન તંત્રમાં હાઈડ્રોજન સાયનાઈડનું કારક બની શકે છે.આ નુકસાન તો નથી પહોંચાડતું પણ હાર્ટબીટ અનિયંત્રિત થવા પર આપને નુકસાન થઈ શકે છે. ત્યારે આવા સમયે ડોક્ટરની સલાહ બાદ જ તેનું સેવન કરવું જોઈએ.

પ્રેગ્નેટ મહિલાઓએ ધ્યાન રાખવું જોઈએ

પ્રેગ્નેન્સી દરમિયાન મહિલાઓએ પોતાના ખાવા-પીવામાં આદતો પર પુરતું ધ્યાન આપવું જોઈએ. તો વળી જ્યારે વાત પપૈયાની આવે છે તો, પ્રેગ્નેટ મહિલાઓએ તેના સેવનથી દૂર રહેવું જોઈએ. કારણ કે, પપૈયામાં રહેલું લેટક્સ ગર્ભાશયના સંકુચનને ટ્રિગર કરી શકે છે. આવું થતાં પ્રસવની સાથે તકલીફો આવી શકે છે. ડિલીવરી સમયથી પહેલા પણ થઈ શકે છે. પપૈયામાં રહેલા પપૈન આપણી બોડી પ્રોસ્ટાગ્લેંડીન સમજવાની ભૂલ કરે છે. આવી સ્થિતીમાં ભ્રૂણના પળ પર અસર થઈ શકે છે. એટલા માટે પ્રગ્નેન્સી દરમિયાન પપૈયાનું સેવન કરવું જોઈએ નહીં.

જો કિડનીમાં પથરી હોય તો

પપૈયામાં વિટામીન સી ભરપૂર માત્રા હોય છે. તેમાં રહેલા એન્ટીઓક્સિડેંટ સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે. પણ કિડનીમાં પથરીની સમસ્યા દરમિયાન વધારે સેવન નુકસાન પહોંચાડી શકે છે. પપૈયાનું વધારે સેવન શરીરમાં કેલ્શિયમ ઓક્સલેટની માત્રા વધારે છે. જેને લઈને કિડનીમાં રહેલી પથરીની સાઈઝ વધી શકે છે. આવું થતાં યુરીનના રસ્તે પથરી નિકળવામાં સમસ્યા આવી શકે છે.

એલર્જીની સમસ્યા ધરાવતા લોકોએ પપૈયું ન ખાવું જોઈએ


એલર્જીની સમસ્યાથી પીડિત લોકોએ પણ પપૈયા ખાવાથી દૂર રહેવું જોઈએ. પપૈયામાં હાજર ચિટીનેઝ એન્ઝાઇમ લેટેક્ષ પર ખરાબ અસર કરી શકે છે. જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ, છીંક-ખાંસી, આંખોમાં પાણી આવવું જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો તમને પપૈયાથી એલર્જી હોય તો તેને ડાયટથી દૂર રાખવું જોઈએ.

હાઈપોગ્લાયસીમિયામાં પપૈયાનું સેવન ન કરો


ડાયાબિટીસથી પીડિત લોકો માટે પપૈયું આરોગ્યપ્રદ છે. રોજ પપૈયું ખાવાથી લોહીમાં શુગરની માત્રા ઓછી થાય છે. પરંતુ ડાયાબિટીસની દવા લેનારાઓમાં ખાંડનું પ્રમાણ પહેલેથી જ ઓછું હોય છે. આવી સ્થિતિમાં પપૈયાનું વધુ પડતું સેવન નુકસાન પણ કરી શકે છે.

READ ALSO

Related posts

મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ

Hardik Hingu

મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી

GSTV Web Desk

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા

GSTV Web Desk
GSTV