GSTV
Home » News » રેસ્ટોરેન્ટમાં ખાવાના શોખીનો જરૂરથી જુઓ આ વીડિયો, રસોડામાં શું-શું કરે છે કર્મચારીઓ

રેસ્ટોરેન્ટમાં ખાવાના શોખીનો જરૂરથી જુઓ આ વીડિયો, રસોડામાં શું-શું કરે છે કર્મચારીઓ

કોઈ વાર પ્રેન્ક અને ડેરિંગના ચક્કરમાં પોતાને બહુજ નુકસાન પહોંચી શકે છે. એવું જ કંઈક અમેરિકામાં રહેતા શખ્સ સાથે થયુ છે. હકીકતમાં તે અમેરિકાની ફાસ્ટ ફૂડ ચેન વેંડીમાં કામ કરતો હતો. એક દિવસ દોસ્તોના ચડાવવા  ઉપર તે રેસ્ટોરેન્ટનાં રસોડાની સિંકમાં નાહવા માટે ઉતર્યો હતો. તે સમયે તેની આ હરકતનો વીડિયો ઉતારીને તેના જ દોસ્તોએ વાયરલ કરી દીધો હતો. પછી શું તેને પોતાની નોકરી ખોવાનો વારો આવ્યો હતો.

ફૂડ ચેન વેંડીને જેવી આ વાયરલ થયેલાં વીડિયો વિશે જાણ થઈ કે, તેણે વીડિયો વીશે જાણકારી મેળવીને વેંડીનાં માલિકોએ આ હરકત કરતાં શખ્સને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. રેસ્ટોરેન્ટના સિંકમાં નાહવા જેવી હરકતોને કારણે માલિકોને રેસ્ટોરન્ટની બદનામીનો ડર હતો.

વીડિયો સામે આવતા જ રેસ્ટોરન્ટના ખાવની સાફ-સફાઈને લઈને સવાલો ઉભા થયા હતા. આ વીડિયોમાં કર્મચારીને સાથી કર્મચારીઓએ ઉકસાવતા તે સિંકમાં નાહવા પડ્યો હતો. વીડિયોમાં શખ્સ પાણી બહુજ ગરમ છે બોલતો સંભળાઈ રહ્યો છે. રેસ્ટોરન્ટના માલિકોએ કહ્યુ હતુકે, આવી ઘટના અસ્વીકાર્ય છે. અમે તેને ગંભીરતાથી લઈ રહ્યા છીએ. આ શખ્સ દ્વારા કરાયેલું પ્રેન્ક હતુ. હવે તે અહીં કામ નથી કરતો. અમે અમારી ટીમ અને અહીની ગુણવત્તાને લઈને કોઈ પણ સમજૂતી કરીશું નહી.

READ ALSO

Related posts

સુરતમાં બંધ પડેલાં ઓર્ગેનિક વેસ્ટ પ્લાન્ટ ઉપર આ રીતે થાય છે લાખોનું કૌભાંડ

Mansi Patel

કાયમ માટે બંધ થઈ આ બેંક, જો તમારા પણ પૈસા જમા હોય તો જલ્દી ઉપાડી લો !

Ankita Trada

ગાંધીનગર ખાતે LRD પરીક્ષામાં અનામત કેટેગરીની મહિલાઓએ કર્યો અન્નત્યાગ, 44 દિવસથી સરકાર સામે કરી રહી છે વિરોધ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!