GSTV

70 ટકા લોકોએ સતત માસ્ક પહેરી રાખ્યો હોત તો કોરાના બેકાબૂ ના બન્યો હોત

દુનિયાના મોટાભાગના દેશો મહિનાઓ પછી પણ કોરોના સામે ઝઝૂમી રહ્યા છે. ત્યારે એક સંશોધનમાં એવુ તારણ નિકળ્યું છે કે, જો 70 ટકા લોકોએ સતત માસ્ક પહેરી રાખ્યો હોત તો કોરાના બેકાબૂ ના બન્યો હોત. રોજ હજારો લોકોના મોત થઈ રહ્યા છે.

માસ્ક

સિંગાપુર જર્નલમાં પ્રકાશિત અહેવાલમાં દાવો

સિંગાપુરની જર્નલમાં પ્રકાશિત થયેલા આ સંશોધનમાં જણાવાયા પ્રમાણે માસ્ક સતત પહેરી રાખવાથી આ મહામારીને કાબૂમાં રાખી શકાઈ હોત. આ સંશોધનમાં માસ્ક બનાવવા માટે વપરાતું મટિરિયલ અને લોકો દ્વારા કેટલા સમય માટે માસ્ક પહેરી રાખવામાં આવે છે તે બાબતોને ગણતરીમાં લેવામાં આવી હતી. જેમાં એવો પણ દાવો કરાયો છે કે, માસ્કના વિકલ્પ રુપે સાદુ કપડુ પણ જો સતત મોઢા પર ઢાંકી રાખવામાં આવે તો પણ કોરોનાના સંક્રમણને ફેલાતું અટકાવી શકાય છે.

માસ્ક ન પહેરનાર લોકો છે કોરોનાના ફેલાવાનું મુખ્ય કારણ

સંશોધકોમાં સામેલ નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપુરના સંજય કુમારનું કહેવું હતું કે, સર્જિકલ માસ્ક જો 70 ટકા લોકોએ જાહેર સ્થળોએ સતત પહેરી રાખ્યો હોત તો કોરોનાએ આટલું વિકરાળ સ્વરુપ ધારણ ના કર્યુ હોત. જોકે મોટાભાગના દેશોમાં લોકોએ માસ્ક પહેરવાની વાતને હળવાશથી લીધી હતી અને લોકોનું આ બાબતે બેજવાબદાર વલણ રહ્યુ છે. માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગ કોરોના સામે લડવા માટે બહુ મોટુ હથિયાર સાબિત થઈ શકે છે. જોકે હવે ઘણા દેશો માસ્ક પહેરવાના ફરજિયાત નિયમને લાગુ કરી રહ્યાં છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

અરિંદમ ભટ્ટાચાર્યએ મમતા સરકાર પર લગાવ્યા મોટા આરોપો, હાલમાં જ TMC છોડીને ભાજપમાં થયા છે સામેલ

Mansi Patel

ખેડૂતો-સરકાર વચ્ચેની 11મી બેઠક પણ નિષ્ફળ, કૃષિ મંત્રીએ કહ્યું- હવે આના કરતા વધુ સારું ના કરી શકીએ…

Ali Asgar Devjani

શરીરે સંપૂર્ણ સ્વસ્થ ને ફેફસાં પણ બરાબર છતાં પોણા પાંચ મહીનાથી આ મહિલા છે કોરોના સંક્રમિત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!