GSTV

VIDEO: જેને પણ માસ્ક નકામુ લાગતું હોય તેણે આ વીડિયો એક વખત જોઈ લેવો !

દેશમાં હાલ કોરોના વાયરસના દર્દીની સંખ્યા લગભગ 77 લાખને પાર પહોંચી ગઈ છે. જેનો સીધો અર્થ એ જ થાય છે કે, કોરોના વાયરસ હજૂ પણ આપણી વચ્ચે છે. ત્યારે આ વાયરસથી બચવા માટે સમય સમયે હાથ ધોવા અને ફરજિયાત માસ્ક લગાવી રાખવું ખૂબ જરૂરી છે. જેમાં કોઈ પણ પ્રકારની જો ઢીલાશ વર્તવામાં આવે તો તે આપણા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. જો તમને પણ લાગતૂ હોય કે માસ્ક યૂઝલેસ છે નકામું છે તો આ વીડિયો એક વખત જોઈ લો.

આ શાનદાર અને કામના વીડિયોને ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે. જેના કેપ્શનમાં લખ્યુ છે કે, હવે તમને સમજાયું, માસ્ક પહેરો. આ લખાય રહ્યુ છે ત્યાં સુધીમાં 2 લાખ 35 હજારથી વધુ વ્યૂઝ મળી ચુક્યા છે. જ્યારે 6.8 હજારથી વધારે લાઈક્સ મળી ગયા છે.

વીડિયોમાં આપ જોઈ શકો છો કે, એક સર્જિકલ માસ્કને ઝૂમ કરતા માસૂમ પડે છે કે, તેમાં કોરોના વાયરસ કઈ રીતે રોકાઈ રહે છે અને માસ્કના કારણે આપણે તેનાથી બચી શકીએ છીએ.

READ ALSO

Related posts

રિલાયન્સ જિઓ આ વર્ષે આટલા કરોડ ગ્રાહકોના વધારા સાથે બની માર્કેટ લીડર, વોડાફોન આઈડિયાના 8 કરોડથી વધુ ગ્રાહકો તૂટ્યા

Karan

ડ્રગ્સ કેસમાં જામીન બાદ ભારતીસિંહની પહેલી પોસ્ટ, શું નવા શોમાં જોવા મળશે ?

Karan

મોદી સરકારે આપ્યા આદેશ/ દેશમાં 1 જૂનથી લોકલ હેલ્મેટના વેચાણ પર પ્રતિબંધ, ફક્ત આ સર્ટિફિકેટવાળા હેલ્મેટને જ મંજૂરી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!