એક ચોંકવનારો ખુલાસો સામે આવ્યો છે. શા માટે ડિસેમ્બરમાં જન્મેલા લોકો ફિટ હોય છે ? વર્ષના અંતમાં પેદા થનારી ઘણી સેલિબ્રિટી આ માટેના ઉત્તમ ઉદાહરણ સમાન છે. બોલિવુડના ભાઈજાન સલમાન ખાનથી લઈને, માચોમેન જ્હોન અબ્રાહમ, એક્શન અને માર્શલ આર્ટ્સના સ્ટાર વિદ્યુત જામવાલ, રાણા દગ્ગુબાતી, પુલકિત સમ્રાટ, અનિલ કપૂર અને ધર્મેન્દ્ર સહિતની ખ્યાતનામ સેલિબ્રિટીઓના જન્મ ડિસેમ્બરમાં થયેલા છે. અને આ તમામ લોકો ફિટનેસ સાથે કોઈ પણ પ્રકારની નોકઝોક કરતાં નથી.

ક્રિકેટના મેદાનમાં પોતાની બેટીંગથી સૌને ચોંકાવી દેનારા અને ગબ્બરના હુલામણા નામે ખ્યાતનામ એવો શિખર ધવન એક સફળ ખેલાડી હોવા ઉપરાંત ફિટનેસમાં પણ પાવરફુલ છે. જે પણ ડિસેમ્બરમાં જ જન્મ્યો છે. ત્યારે આખરે શું છે કારણ કે ડિસેમ્બરમાં જન્મેલા લોકો ફિટ હોય છે ?

ઈન્ટરનેશનલ જર્નલ ઓફ સ્પોર્ટ્સ મેડિસનની રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ડિસેમ્બરમાં જન્મેલા બાળકો એથ્લિટ પ્રકૃતિના હોય છે. ફિયર્સ ફાઈવ, મકાઈલા મરૂની અને ગૈબી ડગલસ જેવા ઈન્ટરનેશનલ ખેલાડીઓ તેનું મોટું ઉદાહરણ છે.

કોલંબિયાની યૂનિવર્સિટી ઓફ મેડિસિનના કેટલાક શોધકર્તાઓએ દાવો કર્યો છે કે ડિસેમ્બરમાં જન્મેલા લોકોની પ્રકૃતિ અન્ય લોકો કરતાં અલગ હોય છે. તે લોકો ફિટનેસ પર વધારે ધ્યાન આપે છે. રિસર્ચ પ્રમાણે જાન્યુઆરી, જૂન, ઓગસ્ટ અને ડિસેમ્બરમાં પેદા થયેલા લોકો ઓછા બીમાર પડે છે. ઉપરાંતથી તેમને ઈન્ફેક્શનથી થનારી બીમારી પણ લાગુ પડતી નથી.

રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ઓક્ટોબર અને નવેમ્બરમાં પેદા થનારા લોકો સૌથી વધારે બીમાર પડે છે. જ્યારે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જુલાઈમાં પેદા થનારા લોકોમાં જેમ ઉંમર વધે તેમ બીમારીઓ ઓછી થતી જાય છે. અથવા તો જે બીમારી થઈ હોય તે ઘટતી જાય છે.

હવે તમને થતું હશે કે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં પેદા થનારા લોકો શા માટે વધારે હેલ્ધી હોય છે. શિયાળામાં માણસનું મેટાબોલિઝમ સિસ્ટમ બેસ્ટ લેવલ પર હોય છે. જેનો સીધો ફાયદો ગર્ભથી પેદા થનારા નાના બાળકને પરંપરાગત રીતે મળી જાય છે.

મેટાબોલિઝ્મ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરવાના કારણે બીમારીઓનો ખતરો તેમની આસપાસ મંડરાતો નથી. શરીરમાં વધારે થકાવટ બાદ યોગ્ય માત્રામાં પ્રોટીનનું સેવન કરવાથી તેમનું સ્વાસ્થ્ય ઉત્તમ બનાવવામાં મદદ કરે છે. ઈન્ટરનેશનલ જર્નલ ઓફ સ્પોર્ટસ પ્રમાણે ડિસેમ્બરમાં જન્મેલા બાળકોમાં એથ્લિટ બનવાની પ્રાકૃતિક યોગ્યતા હોય છે. ઉપર જેટલા પણ ખેલાડીઓના નામ લીધા તે તેનું જ્વલંત ઉદાહરણ છે.
READ ALSO
- સેક્સ સંબંધો માણવા 15 વર્ષના છોકરાને લીધો દત્તક પણ શિક્ષિકા સાથે એવું થયું કે…
- દેશના TOP 10 પોલીસ સ્ટેશનોની યાદી થઈ જાહેર, ગુજરાત પોલીસ લઈ શકે છે આ ગૌરવ
- પીએમ મોદી આ સ્માર્ટફોનનો કરે છે ઉપયોગ, અમિત શાહની પણ આ છે પસંદ
- મહિલા જજ ચેમ્બરમાં વકીલો સાથે કરતી હતી સેક્સ, ફેમિલી કોર્ટને ફનહાઉસ બનાવી રાખી હતી
- ડ્રાઈવિંગના નિયમોમાં મોદી સરકાર કરી રહી છે મોટો ફેરફાર : નોટિફિકેશન બહાર પાડ્યું, નવા વર્ષે થશે અમલ