GSTV

ઈતિહાસના પાને નોંધાઈ જશે આજનો દિવસ/ રસીકરણનો પ્રથમ દિવસ સફળ રહ્યો, આજે આટલા લોકોને અપાઈ કોરોનાની રસી

શનિવારથી ભારતમાં વિશ્વના સૌથી મોટા કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત થઇ ગઈ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ તબક્કાના વેક્સિનેશનનો પ્રારંભ કરાવ્યો છે. કોરોના નામના દૈત્યનો સામનો કરવા માટે હવે ભારત પણ આગેકુચ કરી રહ્યું છે. વેક્સિનેશન માટે દેશની અંદર જ તૈયાર થયેલી બે વેક્સિન કોવિશીલ્ડ અને કોવેક્સિનનો ઉપયોગ કરાયો છે. દેશભરમાં સૌપ્રથમ ફ્રન્ટલાઇન વર્કર એટલે કે સ્વાસ્થ્યકર્મીઓને કોરોના વેક્સિન આપવામાં આવી છે. તો લદ્દાખ સરહદે દેશની રક્ષા કરતા જવાનોને પણ કોરોના સામે રક્ષણ આપવામાં આવ્યું છે.

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે રસીકરણના પહેલા દિવસને સફળ ગણાવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે શનિવારે સાંજે 5:30 સુધીમાં દેશભરમાં 1,91,181 લોકોને કોરોના વેક્સિન લગાવવામાં આવી છે. સાથે જ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જણાવાયું કે વેક્સિન લીધા બાદ કોઇને પણ ગંભીર સાઇડ ઇફેક્ટ થઇ નથી કે જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડે. જો કે રસીકરણના પહેલા દિવસે સરકારે નક્કી કરેલા 3 લાખ ડોઝ આપવાનો લક્ષ્ય પુરો થયો નથી.

સીરમ ઇન્સ્ટિટ્યુટની કોવિશીલ્ડ દેશના તમામ રાજ્યોની અંદર પહોંચાડવામાં આવી છે. જ્યારે ભારત બાયોટેકના કોવેક્સિનને દેશના 12 રાજ્યોને આપવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે વેક્સિનેશનનો પહેલો દિવસ હતો એટલે થોડી સમસ્યાઓ પણ આવી, પરંતુ એકંદરે આજનો દિવસ સફળ રહ્યો છે. પ્રથમ દિવસના વેક્સિનેશન માટે કુલ 16,755 કર્મચારીઓએ કામ કર્યુ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે આપેલી માહિતિ પ્રમાણે બિહારમાં 16,401, દિલ્હીમાં 3403, ગુજરાતમાં 8587 તો ઉત્તર પ્રદેશમાં  15975 લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે.

READ ALSO

Related posts

મોટા સમાચાર/ કોંગ્રેસના અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ આપી દીધું રાજીનામું, ગુજરાતમાં ચૂંટણીમાં હારની જવાબદારી સ્વીકારી

pratik shah

નગરપાલિકા ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીની ધમાકેદાર એન્ટ્રી, મોડાસામાં 9 બેઠકો પર જીત

Pravin Makwana

રાજકારણ/ મોદી અને નીતિન પટેલના હોમ ટાઉનમાં ભાજપની ઘરવાપસી, ઉત્તર ગુજરાતમાં પાટીદારો આપ નહીં ભાજપ સાથે

Karan
Do NOT follow this link or you will be banned from the site!