GSTV
Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

ભાજપ માટે ટેન્શન / રાજ્યના અનેક વિસ્તારોમાં ધારાસભ્યોથી જનતા નારાજ, સરકારી યોજનાઓ માટે ખાવા પડે છે ધક્કા

ભાજપ

આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ સહિત તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ તેમા અગ્રેસર છે. ભાજપ દ્વારા ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી કરવામાં આવી રહી છે. ભાજપના નેતાઓ, વર્તમાન ધારાસભ્યની લોકપ્રિયતા તેમજ સરકારી યોજનાઓનો લાભ જનતા સુધી પહોંચ્યો કે નહીં તે ચકાસવા માટે 100થી વધુ પૂર્ણ કાલીન વિસ્તારકોને રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં મોકલવામાં આવ્યા છે. તેમા ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભાજપથી લોકો નારાજ છે. તથા સરકારી યોજનાઓનો લાભ પણ જનતાને મળ્યો નથી. જે આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને નડી શકે છે.

ભાજપ

ગુજરાત ભાજપ દ્વારા ચુંટણી લક્ષી તમામ કામગીરી હાથ પર લઇ લીધી છે. જેના ભાગરૂપે 100થી વધારે પૂર્ણ કાલીન વિસ્તારકોને રાજ્યના અલગ અલગ વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે. જેમાં હાલની રાજકીય અને સામાજિક સ્થિતિ, સરકારની યોજનાઓ પહોંચી કે નહિ તેમજ ધારાસભ્યની કામ કરવાની પદ્ધતિ, લોકપ્રિયતા સહિતના મુદ્દાઓ અંગે રીપોર્ટ આપવાનું કહેવામાં આવ્યું છે. જેમાં અનેક ચોકાવનારી બાબતો સામે આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

રાજ્યના હજી પણ ઘણા વિસ્તાર એવા છે કે જેમાં લોકોમાં ભાજપ સામે નારાજગી છે. સરકારી યોજનાઓનો લાભ નથી મળી રહ્યો. તેના માટે ધક્કા ખાવા પડી રહ્યા સહિતની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. સાથે જ ઘણા વિસ્તારમાં ધારાસભ્યો સામે પણ લોકોની નારાજગી હોવાનું સામે આવી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

જેતપુર/સાડીનાં કારખાનામાંથી  પરપ્રાંતીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો, પતિએ હત્યા કરી હોવાની આશંકા

pratikshah

પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના પૌરીમાં બસ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

Hemal Vegda

હર્ષદ રીબડીયાના રાજીનામાને લઈ જીલ્લા કોંગ્રેસમાં હડકંપ, વીસાવદરમાં કોંગ્રેસને નવા ચહેરાની શોધ

pratikshah
GSTV