GSTV

મોદી સરકારના કાર્યકાળમાં દેશમાં અધધ…3.64 કરોડ બેરોજગાર થયાં, 7.1 ટકા બેરોજગારી દર

આગામી બજેટમાં સરકાર અર્થવ્યવસ્થામાં આવેલી મંદી અને નોકરીઓને વધારવા માટે શું કરશે તેના પર હાલ સૌની નજર છે. ત્યારે હાલમાં જ આવેલા રિપોર્ટ મુજબ જોઈએ તો, દેશમાં બેરોજગારી દર 7.1 ટકાથી પણ વધું છે.

એક સંશોધનમાં સામે આવ્યું છે કે, દેશમાં વિતેલા પાંચ વર્ષમાં 3.64 કરોડ નોકરીઓ ફક્ત 7 સેક્ટર્સમાંથી જતી રહી છે. સૌથી વધું ટેક્સટાઈલ સેક્ટરમાંથી નોકરી ગાયબ થઈ છે. ટેક્સટાઈટલ સેક્ટરમાં અલગ અલગ કારણોથી વિતેલા પાંચ વર્ષમાં લગભગ 3.5 કરોડ નોકરી ખતમ થઈ ગઈ છે. જો કે નીતિ આયોગનું કહેવું છે કે, હવે તેમાં ધીમે ધીમે સુધારો આવી રહ્યો છે. સરકાર તેના પર રોકાણ વધારી રહી છે.

દેશમાં ટેલિકોમ, ઑટો, મોબાઈલ, ઈન્ફ્રા, જેમ્સ એન્ડ જ્વેલરી અને કંસ્ટ્રક્શન ક્ષેત્રમાં નોકરી ઘટી છે. પણ કેટલી નોકરીઓ ઘટી છે તે કહેવું અસંભવ છે.

ટેક્સટાઈલ- નોકરી ગઈ 3.5 કરોડ

કારણ: વૈશ્વિક મંદી, ઉત્પાદનમાં ખર્ચ વધવો, બાંગ્લાદેશમાં સસ્તો ધંધો, દેશમાં મોંઘા મજૂર અને ચૂકવણું

જેમ્સ એન્ડ જ્વેલરી- 5 લાખ નોકરી ગઈ

કારણ- સોનાની વધતી કિંમત, સોનાની આવક પર વધું પડતી કસ્ટમ ડ્યૂટી, લોકો વિદેશમાંથી સોનું ખરીદી રહ્યા છે.

ઑટો સેક્ટર- 2.30 લાખ નોકરી ગઈ

કારણ- બીએસ-6 વાહન આવે તે પહેલા જ તેનું વેચાણ ઘટ્યું. જૂલાઈ 2019માં 19 વર્ષની સૌથી ખરાબ સમય. ઓટોમેશન પણ જવાબદાર કારણ

બેન્કિંગ- નોકરી ગઈ 3.15 લાખ

કારણ- સરકારી બેંકોને મર્જ કરવાથી બ્રાન્ચની સંખ્યામાં ઘટાડો આવ્યો. ઓટોમેશનથી કામ થવાના કારણે કર્મચારીઓની સંખ્યા ઘટી

ટેલિકોમ-90 હજાર નોકરી ગઈ

કારણ- પ્રાઈસ વોરના કારણે અંતર વધ્યું. ફક્ત 3 ખાનગી કંપની જ બચી. આઈડીયા અને વોડાફોન મર્ડ થયું. 1.47 લાખ કરોડ રૂપિયા એજીઆર બાકીથી તકલીફો વધી.

રિયલ એસ્ટેટ-2.7 લાખ નોકરી ગઈ

કારણ- નોટબંધીના કારણે સ્થિતી ખરાબ થઈ. જીએસટી અને રેરા કાયદો આવ્યા બાદ શરુઆતના સમયમાં મુશ્કેલી ઘણી વધી.

એવિએશન- નોકરી ગઈ 20 હજાર

કારણ- જેટ એયરવેજ બંધ થતાં 15 હજાર નોકરી ગઈ. કિંગફિશર બંધ થવાથી 5 હજાર નોકરી ગઈ.

READ ALSO

Related posts

શ્રીનગરમાં હુમલાખોરોએ ગોળી મારી કરી વકીલની હત્યા, TV ડીબેટમાં રજૂ કરતા હતા કાશ્મીરનો પક્ષ

Pravin Makwana

કંગાળ પાકિસ્તાનની વધશે મુશ્કેલીઓ વધશે/ આરબ અમીરાત બાદ હવે અહીંથી પણ ખરચી આવવાની થઈ ગઈ બંધ

Pravin Makwana

સાર્ક બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ/ વિદેશમંત્રીએ પાકિસ્તાનને શાનમાં સમજાવી દીધું કે, પાડોશીઓ સાથે કઈ રીતે કરાય વ્યવહાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!