GSTV

WhatsApp ચેટ લીકના કારણે ઉઠ્યો લોકોને વિશ્વાસ, આ એપ બની રહી છે યૂઝર્સની પ્રથમ પસંદ

વર્તમાન સમયમાં ફિલ્મી કલાકારોના WhstaApp ચેટ્સ સતત લીક થઈ રહી છે. આ વચ્ચે લોકોને ચેટિંગ એપ WhatsApp વિશ્વાસપાત્ર લાગી રહ્યુ નથી. પ્રાઈવેસીની સાથે થઈ રહેલી છેડછાડને જોતા હવે કરોડો યૂઝર્સે ચેટ્સ માટે WhatsApp ની જગ્યાએ બીજી એપ્લીકેશન તરફ વળવાનું શરૂ કરી દીધુ છે. લોકોના ડરનો ફાયદો ટેલીગ્રામ અને સિગ્નલ જેવી ચેટિંગ પ્લેટફોર્મ ઉઠાવી રહ્યા છે.

14 કરોડ લોકોને ટેલીગ્રામને ડાઉનલોડ કરી

મોબાઈલ ઈંટેલિજેંસ ફર્મ Sensor Tower ની રીપોર્ટ પ્રમાણે, દીપિકાની ચેટ લીક થયા બાદ 19-24 સપ્ટેમ્બરની વચ્ચે લગભગ 14 કરોડ લોકોને ટેલીગ્રામને ડાઉનલોડ કરી છે. તો ઘણા યુઝર્સ Signal Private Messenger એપનો પણ વપરાશ કરી રહ્યા છે. જાણકારી પ્રમાણે ચેટ લીક થયા બાદ સીગ્નલ એપના 44,000 યૂઝર્સ વધી રહ્યા છે.

ટેલીગ્રામમાં હાજર શાનદાર સિક્યોરિટી ફીચર્સના કારણે વધુ પસંદ કરવામાં આવી રહ્યુ છે

દરેક મેસેજનું ટાઈમર સેટ કરી શકાય છે. જ્યારે ટાઈમ પૂરો થઈ જશે મેસેજ ખુદ જ ગાયબ થઈ જશે.
ટેલિગ્રામ યૂઝરને નોટિફાઈ કરી શકાય છે અને કોઈ બીજા ડિવાસથી એક્સેસ પણ કરી શકાતો નથી.
ટેલિગ્રામમાં કોઈપણ પ્રકારના ફોન નંબર વગર પણ ચેટ કરી શકાય છે અને પબ્લિક યૂઝરનેમ રાખી શકાય છે.
ટેલીગ્રામ પર 1.5 GB ની કોઈપણ ફાઈલ મોકલી શકાય છે. જ્યારે કે, વોટ્સએપ પર વીડિયો, ઈમેજ અથવા ડૉક્યૂમેન્ટ જેવી નાની ફાઈલ મોકલવી જ શક્ય છે.

આ વાતોનું રાખો ધ્યાન

  • સિક્યોરિટી ફીચર્સના કારણે WhatsApp, ટેલિગ્રામથી વધારે પોપ્યુલર છે. તમે પણ જો ટેલીગ્રામ ડાઉનલોડ કરવા માગતા નથી અને માત્ર whsatsApp નો જ વપરાશ કરવા માગો છો તો, તમને જણાવી દઈએ કે, વોટ્સએપ પર બધી ચેટ્સ એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ હોય છે. મતલબ માત્ર સેન્ડર અને રિસીવર જ ચેટને એક્સેસ કરી શકે છે.
  • WhatsApp ચેટ્સ લીક ત્યારે થાય છે જ્યારે કોઈ તેનો સ્ક્રીન શોટ લે છે અથવા ચેટ્સ મેલ કરે છે. એવામાં મેલ એકાઉન્ટ જો કોઈ એક્સેસ કરે છે તો ચેટ સરળતાથી લીક થઈ શકે છે અને બેકએપ ચેટ્સ વોટ્સએપની એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ પોલિસીથી બહાર હોય છે. જેની સેફ્ટીની ગેરન્ટી કંપની લેતી નથી.

READ ALSO

Related posts

કામના સમાચાર/ પાચન અને વજન સંબંધિત બીમારીઓમાં કારગર નીવડશે હીંગનું પાણી, ફાયદાઓ જાણી ચોંકી ઉઠશો

Ankita Trada

બિહાર વિધાનસભા ચૂંટણી: મોબાઈલ તો દૂરની વાત, પહેરવા માટે ચપ્પલનાં પણ નથી ઠેકાણા, તેમ છતાં લડી રહ્યા છે ચૂંટણી

Mansi Patel

ભીખ માંગીને વિતાવ્યું હતું જીવન, હિંમતથી 200 ગામની 2 લાખ મહિલાઓને આ રીતે બનાવી ચૂકી છે આત્મનિર્ભર

Karan
Do NOT follow this link or you will be banned from the site!