GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

ચીનના ઉઇગર લઘુમતિ સમુદાય માટે હોંગકોંગમાં લોકો રસ્તા પર ઉતર્યા

ચીનના ઉઇગર લઘુમતિ સમુદાસ પર ચીનની સરકાર ભારે અત્યાચારો થઇ રહ્યા હોવાના આક્ષેપો સાથે હોંગકોગમાં આજે લાખો લોકશાહી સમર્થકો રસ્તા પર ઉતર્યા હતા. આ રેલીના પ્રદર્શનકારીઓએ એક સરકારી કચેરી પર ફરકી રહેલા ચીની રાષ્ટ્રધ્વજને ઉતારી લેતા સ્થાનિક પોલીસે પ્રદર્શકારીઓને વિખેર્યા હતા. જો કે ઉઇગરના સમર્થનમાં આવેલા પ્રદર્શનકારીઓને ચીનની આપખુદશાહી સામે વધુ એક મુદ્દો મળ્યો છે.

મુસ્લિમ ધર્મનું પાલન કરતા ઉઇગરો અને અન્ય લઘુમતી સમુદાયના 10 લાખથી પણ વધુ લોકોને શિજિંયાંગ પ્રાંતમાં આવેલા કસ્ટડી સેન્ટરમાં રાખવાની ઘટનામાં વૈશ્વિક સ્તરે નિંદાનો સામનો કરવો પડયો હતો. જો કે ત્યારે ચીને રદિયો આપ્યો હતો કે દેશમાં આવા કોઇ કસ્ટડી સેન્ટર નથી, પરંતુ હવે ચીન એવું કહી રહ્યું છે કે આતંકવાદનો સામનો કરવા માટે આ પ્રકારના સેન્ટરની જરૂરિયાત છે.

આ વીકએન્ડમાં હોંગકોંગમાં થયેલી રેલી મોટાભાગે ઉઇગર સમુદાયને સમર્પિત હતી. આ રેલીમાં ભાષણ આપવામાં આવ્યું હતું કે ચીનની સામ્યવાદી પાર્ટી જે રીતે શિંજિંયાગમાં અલ્પસંખ્યકો સામે કાર્યવાહી કરી રહી છે તે એકદિવસ હોંગકોંગમાં પણ હાથ ધરવામાં આવશે. તેથી હોંગકોંગના કાયદાઓ અને આંતરિક મામલામાં મેઇનલેન્ડ ચાઇના એટલે કે ચીનની સરકાર હસ્તક્ષેપ ન કરે તે જરૂરી છે.

READ ALSO

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

એક એવી એપ્લિકેશન જે તમારા સ્માર્ટફોનમાંથી ચાઈનીઝ એપ્સનો કરશે સફાયો

Mansi Patel

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!