GSTV

મારા વિપક્ષી ખૂબ હાસ્યાસ્પદ છે, એક બાજુ મને નિષ્ફળ કહે છે અને બીજી બાજુ મારી વિરુદ્ધ ગઠબંધન કરીને બેઠા છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશ ઉપરાંત તામિલનાડુમાં પણ જનસભાને સંબોધી હતી, જે દરમિયાન તેમણે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ વિપક્ષ ગઠબંધનની તૈયારી કરી રહ્યું છે. વિપક્ષ આરોપો લગાવી રહ્યો છે કે મોદીની લોકપ્રિયતા ઘટી ગઇ છે અને કેન્દ્ર સરકાર નિષ્ફળ રહી છે. મોદીએ આ અંગે વળતો જવાબ આપતા સામે એક સવાલ કર્યો હતો કે જો ખરેખર મોદીની લોકપ્રિયતા ઘટી ગઇ હોય અને મોદી સરકાર નિષ્ફળ રહી હોય તો વિપક્ષે મોદીને હરાવવા માટે ગઠબંધન કેમ કરવું પડી રહ્યું છે.

પી. ચિદમ્બરમ પર પ્રહારો કરતા મોદીએ ટોણો માર્યો હતો અને જણાવ્યું હતું કે તામિલનાડુમાં એક વ્યક્તિ એવી છે કે જે પોતાને વિશ્વમાં સૌથી હોશિયાર માને છે. ગઠબંધનને ધનવાનોની ક્લબ ગણાવતા મોદીએ જણાવ્યું હતું કે ધનવાનો પોતાની સત્તા મેળવવા માટે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. વિપક્ષમાં મારા મિત્રો બહુ જ હાસ્યાસ્પદ છે, તેઓ કહી રહ્યા છે કે મોદી સરકાર નિષ્ફળ રહી છે. જો ખરેખર કેન્દ્ર સરકાર નિષ્ફળ રહી હોય તો મોદીને હરાવવા માટે વિપક્ષે ગઠબંધન કેમ કરવુ પડી રહ્યું છે. લોકોને એ ખ્યાલ જ નથી કે વિપક્ષ ક્યાં મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી લડી રહ્યો છે. તેમના નિશાના પર માત્ર મોદી જ છે.

આર્થીક રીતે નબળા લોકો માટે મારી સરકાર સવર્ણો માટે ૧૦ ટકા અનામત લાવી છે. અને તેની અસર વર્તમાન એસસી અને એસટી કે ઓબીસી કોટાને નહીં થાય તેવી ખાતરી પણ મોદીએ આપી હતી. મોદીએ જણાવ્યું હતું કે વિપક્ષ પાસે કોઇ એજન્ડા જ નથી, તેમનો એજન્ડા વિકાસ નહી પણ માત્ર મોદીને હરાવવો એ જ છે. અને તેથી જ મારા પર જુઠા આરોપો લગાવાઇ રહ્યા છે. સાથે આરોપ લગાવ્યો હતો કે સૈન્યને આધુનિક્તા તરફ લઇ જવામાં કોંગ્રેસ સરકારે કોઇ જ પગલા નથી ભર્યા. તામિલનાડુના ત્રિપુરમાં રેલીને સંબોધતી વેળાએ મોદીએ આ આરોપો લગાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અગાઉની કોંગ્રેસ સરકારોને વચેટીઆઓ સાથે સંબંધ હતા, જે પણ વચેટીયા કૌભાંડમાં ઝડપાયા તેમના સંબંધો કોંગ્રેસ સાથે હોવાનું સામે આવ્યું હતું.

READ ALSO

Related posts

ફ્લુ અને કોરોના સાથે હોય એવા દર્દીઓના થયા વધુ મોત, વૈજ્ઞાનિકોએ આપી આ ભયાનક ચેતવણી

Dilip Patel

ભારત-ચીન તણાવની વચ્ચે ચાઈનીઝ સેન્ટ્રલ બેંક PBoCએ કેમ ખરીદી Bajaj Financeમાં હિસ્સેદારી

Dilip Patel

2015થી અત્યારસુધીમાં મોદીએ 58 દેશોના કર્યા પ્રવાસ, વિદેશમંત્રાલયે ખર્ચનો આંક પણ કર્યો જાહેર

Karan
Do NOT follow this link or you will be banned from the site!