ગુજરાતમાં ભાજપની સભામાં ભીડ એકઠી થતી ન હોવાની બુમરાણ વચ્ચે લોકોને ભાજપના વચનો અને વિકાસની વાતો કરતાં ચવાણામાં વધુ રસ હોવાનું આજે સાબિત થયું છે. અરવલ્લીમાં મેઘરજ ખાતે આજે ભાજપની એક જાહેર સભા યોજાઈ હતી. ભિલોડા વિધાનસભા બેઠકના ઉમેદવાર પી સી બરંડાના પ્રચાર માટે અહીં ભાજપ સાંસદ રવિકિશન હાજર રહ્યાં હતા. જે માટે ભાજપે તડામાર તૈયારીઓ કરી હતી.

હાલમાં સભાનો ખર્ચ પાર્ટી અને ઉમેદવારને માથે હોવાથી જમવાની બાબત તો દૂર રહી પણ અહીં હાજર રહેલા લોકો માટે ભાજપ દ્વારા ચવાણાના પેકેટ તૈયાર રખાયા હતા. સ્થિતિ એવી થઈ કે જેવા ચવાણાના પેકેટો વેચાવાના શરૂ થયા કે મોટા ભાગની મેદની નેતાઓના ભાષણને પડતું મકી ચવાણા ભણી દોટ પકડી હતી.
લોકોએ ચવાણા માટે એવી પડાપડી કરી કે ભાજપના નેતાઓ ભીડને સંભાળવામાં થાકી ગયા હતા. ખુદ રવિકિશન ડઘાઈ ગયા હતા. લોકોને ભાજપની સભા નહીં પણ અહીં મળતા ચવાણા પર વધારે રસ હતો. ચવાણાના પેકેટ માટે ભાજપના વિકાસ, વચન, વિઝન, વિશ્વ ગુરુ, વોટ કે વોટનો વટ બધા વચ્ચે ચવાણું આવી ગયું અને જાણે બધું જ એક તરફ ચવાણું એક તરફ એવો ઘાટ થયો હતો.

ભાજપને ચાલુ સભામાં ચવાણું વેચવું ભારે પડી ગયું હતું. અરવલ્લીના મેઘરજ ખાતે બનેલી આ ઘટનાને પગલે ભાજપને ક્ષોભજનક સ્થિતિમાં મુકાવાનું થયું હતું. અરવલ્લીમાં ભાજપ સાંસદની સભામાં ચવાણું લેવા રીતસરની પડાપડી થઈ હતી. જોકે, આ બાબતને દબાવવાનો પણ ભાજપ દ્વારા ઘણો પ્રયાસ થયો હતો. જુઓ આ ઘટનાનો વિડીયો –
ભાજપના વિકાસ, વચન, વિઝન એક તરફ અને ચવાણું એક તરફ, સભા ગઈ તેલ લેવા લોકો દોડ્યા | Gstv News #BJP #GSTVNEWS #Election2022 #GujaratElections2022 #politics pic.twitter.com/34fig9oMw6
— GSTV (@GSTV_NEWS) November 22, 2022
READ ALSO
- ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે UCC મુદ્દે લખનઉમાં કરી બેઠક, અસદુદ્દીન ઓવૈસી પણ રહ્યાં હાજર
- ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે આ વાતોનું રાખો ખાસ ધ્યાન, જાણો
- છોટાઉદેપુર / નકલી ઈન્કમટેક્સ ઓફિસર બની દરોડા પાડી છેતરપિંડી કરનાર ડોક્ટરના પુત્રની ધરપકડ
- પુરુષોની આ સામાન્ય આદતથી આવી શકે છે ગંભીર પરિણામ, જાણો આ કઈ છે આ આદત
- અપૂરતી ઊંઘની સમસ્યા સામે અસરકારક સાબિત થઈ શકે છે ચેરીનું જ્યુસ, જાણો તેના ફાયદા