હવામાન ખાતાની આગાહીને પગલે સમગ્ર રાજ્ય સહિત વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ગઈકાલે સોમવારે જિલ્લા સહિત સમગ્ર રાજ્યભરમાં ભારે પવન ફૂંકાયો હતો. તો આજે મંગળવારના રોજ વહેલી સવારથી વલસાડ શહેરમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે તો રાજકોટમાં ભારે બફારા બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદી માહોલ સર્જાયો.રાજકોટના અમુક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડયા તો અમુક વિસ્તાર મોટા મોટા છાંટા પડ્યા. રાજકોટના ગોંડલ રોડ, ઢેબર રોડ, યુનિવર્સિટી રોડ,150 ફૂટ રીંગ રોડ વરસાદી જાપટા પડ્યા.

વલસાડ શહેરમાં વહેલી સવારથી જ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આકાશમાં કાળાં ડિબાંગ વાદળો અને ધોધમાર વરસાદને પગલે લોકોને આંશિક રાહત મળી છે. જોકે આ પ્રી-મોન્સૂન એક્ટિવિટીને પગલે જિલ્લાના ખેડૂતોને કેરીના પાકમાં નુકસાનની ભીતિ સતાવી રહી છે. ત્યારે ધોધમાર વરસાદને લઈને શહેરના રસ્તાઓ પર પાણી પાણી થઈ ગયું હતું.
આમ અચાનક વાતાવરણમાં આવેલા અણધારા પલટા બાદ વ્યાપારીઓ અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કેરીના વેપારીઓ અને ખેડૂતોની ચિંતા વધારી છે કેમકે આ વરસાદથી કેરીના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સર્જાઇ રહી છે. તો બીજી તરફ ખેડૂતોની ચિંતા વધી છે કારણકે જો ભારે વરસાદ પડશે તો ઉનાળુ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થશે. તલ, મગ સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતાઓ છે. તો કેરી પકવતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા.
- વજન ઘટાડી પાતળી કમરના માલિક બનવું હોય તો આ શાકભાજી ખાવાનું ચાલુ કરી દો, બસ જાણી લો ખાવાનો યોગ્ય પ્રકાર
- એકબીજા પર બોજ બન્યા વિના તમારા સંબંધને બનાવો મજબૂત, ઇન્ટરડિપેન્ડેન્ટ રિલેશનશિપ માટે ફોલો કરો આ 5 ટિપ્સ
- પાર્ટનરને સરપ્રાઈઝ આપતી વખતે ક્યારેય ના કરશો આ 5 ભૂલ, નહીતર બગડી શકે છે સંબંધ
- મહારાષ્ટ્ર મહા સંકટ / સુપ્રીમ કોર્ટમાંથી બળવાખોર ધારાસભ્યોને મળી મોટી રાહત, ડિપ્ટી સ્પીકરને ફટકારી નોટિસ
- વંદે ગુજરાતમાં અધિકારીઓ મંત્રીઓને ગાંઠતા નથી, ખબર છે કે ફરી મંત્રી નથી બનવાના