GSTV
Ajab Gajab Trending

હદ હોય/ વીડિયો બનાવવા માટે સુનામીમાં જતા રહ્યા લોકો, આશ્ચર્યમાં મૂકી દેતા દ્રશ્યો

સોશિયલ મીડિયા પર લાઇક્સ મેળવવા માટે લોકો પોતાનો જીવ જોખમમાં મૂકી દે છે. હાથમાં કેમેરો લઈ કેટલાક લોકો આખી દુનિયા ભૂલી જાય છે અને વિડીયો શૂટ કરવા માટે દરેક ખતરાનો સામનો કરવા માટે તૈયાર રહે છે. એવો જ એક વિડીયો અમે તમારા માટે લઇને આવ્યા છે. આ હેરાન કરવા વાળો વિડીયો આઇપીએસ અધિકારીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો અને વિડીયો બનાવી રહેલા લોકોને મૂર્ખ ગણાવ્યા.

સુનામીની ચેતવણી પછી કેટલાક લોકો આ ખબરને ઇગ્નોર કરે છે અને વિડીયો બનાવવા માટે લહેરો પાસે જતા રહે છે. ત્યાર પછી જે નજારો સામે આવે છે જે જોઈ તમે ચોકી જશો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે લાઈફ જેકેટ પહેરેલો એક છોકરો કેળાના ઝાડ પર મુક્કો મારી રહ્યો છે. જો તમે વિડિયો ધ્યાનથી જોશો, તો તમે જોશો કે છોકરાની પાછળ પાણીના જોરદાર મોજા ઉછળતા હતા. આ તરંગો છોકરા તરફ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યા છે, પરંતુ છોકરો ડર્યા વગર ઝાડને મુક્કો મારતો રહે છે.

આ દરમિયાન કેટલાક લોકો મોજાને જોઈને છોકરા તરફ દોડતા જોવા મળે છે. આશ્ચર્યની વાત એ છે કે તે બધાના હાથમાં કેમેરા છે અને તેઓ તે ભયાનક દ્રશ્યનો વીડિયો શૂટ કરી રહ્યા છે. આમાં, પાણી દરેકને દૂર લઈ જાય છે. જોકે આ વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી. પરંતુ વીડિયોમાં જે જોવા મળી રહ્યું છે તે ખૂબ જ ભયાનક છે.

Read Also

Related posts

બોગસ કંપનીઓ ઉભી કરીને જીએસટીની ઇન્પુટ ક્રેડિટ લેવાનું કૌભાંડ પકડાયું: રૂ.36.95 કરોડની કરચોરી પકડાઇ

Vushank Shukla

IRCTS કંપનીએ ત્રણ મહીનામાં રૂ. 278.79 કરોડની કરી કમાણી, 100 ટકા અંતિમ ડિવિડન્ડની જાહેરાત

Hardik Hingu

VIDEO: અમેરિકાના પ્લેનની સામે આવ્યું ચીનનું ફાઈટર જેટ, કોકપિટના કેમેરામાંથી રેકોર્ડ થયો સનસનાટી મચાવનારો વીડિયો

Vushank Shukla
GSTV