GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

એક બીજાને લગાવ્યો રંગ તો કરવા પડશે લગ્ન, હોળી સાથે જોડાયેલી અહિંયાની અનોખી પરંપરા

હોળીના તહેવાર પર અહિંયા છોકરા – છોકરી ઢોલ નગારાના તાલે નાંચે છે અને એકબીજા ઉપર પાણી નાખે છે. પરંતુ તેઓ રંગથી અળગા રહે છે. અહિંયા આદિવાસીઓ હોળીના દિવસ પહેલા જ તેની ઉજવણી કરવાનું શરૂ કરી દે છે.

હોળી ઉપર રંગોનું અલગ મહત્વ હોય છે. આ તહેવાર પર લોકો એકબીજા ઉપર રંગો નાખે છે અને ઉત્સવ મનાવે છે. પરંતુ દેશમા એક એવી પણ જગ્યા છે જ્યાં લોકો રંગો વડે હોળી નથી રમતા. જો કે તે એક પરંપરાના ભાગ રૂપે આવું કરતા હોય છે જેનું આ લોકો વર્ષોથી તેનું પાલન કરતા આવ્યા છે. અમે વાત કરી રહ્યા છીએ ઝારખંડના જમશેદપુરની. આ આદિવાસી વિસ્તારમાં હોળી રમવાની શરૂઆત તો થઈ ગઈ છે પરંતુ તમને ક્યાંય પણ રંગો જોવા નહી મળે. વાસ્તવમાં અહિંયા રંગોની જગ્યાએ પાણી વડે હોળી રમવામાં આવે છે.

આ આદિવાસી વિસ્તારના લોકોનું માનવું છે કે જો કોઈ છોકરો કે છોકરી રંગોની હોળી રમે છે અથવા તો તેમાથી કોઈપણ એકબીજા ઉપર રંગો ઉડાડે છે તો તે બન્નેએ એકબીજા સાથે લગ્ન કરવા પડે છે. આ જ કારણ છે કે આ સમાજના લોકો રંગો વડો હોળી નથી રમતા. આ સમાજમાં આ પ્રથા ઘણા વર્ષોથી ચાલી આવે છે. એટલે જ વર્ષોથી આ લોકો રંગો વડે હોળી નથી રમતા.

READ ALSO

Related posts

મે મહિનામાં વસ્ત્રોના વેચાણમાં 84 ટકાનો ઘટાડો; ફેક્ટરીઓ PPE કીટ, ફેસ માસ્ક બનાવવામાં રહી વ્યસ્ત

Mansi Patel

AIIMSની સ્ટડીમાં HCQ કારગર, ‘2-3 મહિનામાં બની જશે Coronaની દવા’

Mansi Patel

માયાવતીએ યોગી સરકારને લીધી આડે હાથ, પ્રવાસી શ્રમિકોને લઈને શાધ્યુ નિશાન

Arohi
Do NOT follow this link or you will be banned from the site!