GSTV
Home » News » જમ્મુ કાશ્મીરનાં લોકોને મોદી કહી આવ્યાં કે આ વખતે ભાજપ કૉંગ્રેસ કરતા ત્રણ ગણી બેઠકથી જીતશે

જમ્મુ કાશ્મીરનાં લોકોને મોદી કહી આવ્યાં કે આ વખતે ભાજપ કૉંગ્રેસ કરતા ત્રણ ગણી બેઠકથી જીતશે

Lok Sabha elections 2019

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરના કઠુઆમાં જનસભા સભા સંબોધતા કોંગ્રેસ અને એનસી પર પ્રહાર કર્યા. તેમણે જણાવ્યુ કે આ વખતે 2014 કરતા મોટી લહેર છે. જેથી ભાજપ કોંગ્રેસ કરતા ત્રણ ગણી બેઠક જીતશે. જમ્મુ કાશ્મીરમાં પહેલા તબક્કામાં થયેલા ભારે મતદાનના કારણે મહામિલાવટી અને ભાગલાવાદીઓ નિરાશ થયા છે. પીએમ મોદીએ કહ્યુ કે જમ્મુ કાશ્મીરમાં પીડીપી અને કોંગ્રેસ મહામિલાવટનું ગઠબંધન છે.

પહેલા આ ગઠબંધન ચોરી-છુપી રીતે કરવામાં આવ્યુ હતુ જે આજે જગજાહેર થયુ છે. જેઓ બે-બે પીએમની ધમકી આપી રહ્યા છે. કોંગ્રેસને સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈકનું નામ પડતાની સાથે ડર લાગે છે. કોંગ્રેસને ક્યારેય દેશની સેના પર ભરોસો નહોતો. જેથી કોંગ્રેસ એર સ્ટ્રાઈક અંગે સવાલ ઉઠાવે છે. કોંગ્રેસ માટે સેના હમેશા કમાણીનું સાધન રહી છે.

bjp pdp

પીએમ મોદીએ વધુમાં જણાવ્યુ કે, આજે સેના આતંકવાદીઓને તેમના ઘરમાં ઘુસીને મારે છે. આતંકવાદથી ડરવાનું હવે બંધ થયુ છે. આતંકવાદીઓને તેમની ભાષામાં જવાબ આપવામાં આવી રહ્યો છે. કેન્દ્રની સરકાર હવે આતંકવાદીઓને ઘાટીમાંથી ઠાર કરવા સેનાને છુટોદોર આપી ચુકી છે.

modi

પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યુ કે જમ્મુ કાશ્મીરને કોઈ પોતાની વસિયમાં લખાવીને નથી લાવ્યુ. જમ્મુ કાશ્મીર ભારતનો અભિન્ન હિંસ્સો છે. કોંગ્રેસના કારણે આજે જમ્મુ કાશ્મીર વિવિધ સમસ્યાનો સામનો કરી રહ્યુ છે. ફારૂખ અબ્દુલ્લા અને મુફ્તીના પરિવારે ત્રણ-ત્રણ પેઢી સુધી જમ્મુ કાશ્મીરમા શાસન કર્યુ તેમ છતા જમ્મુ કાશ્મીરની સ્થિતિમાં સુધારો થયો નથી. બન્ને પાર્ટીએ જમ્મુ કાશ્મીરની નીચોડી નાખ્યુ.

READ ALSO

Related posts

બોલિવૂડના આ એક્ટરે કહ્યું, દેશનો માહોલ જોઈને લાગી રહ્યું છે કે સેક્યુલરિઝમ ખતમ થઈ જશે

pratik shah

જાપાનનો આ અબજોપતિ ચંદ્ર પર સાથે લઈ જવા ગર્લફ્રેન્ડની કરી રહ્યો છે શોધ, તેના માટે કાયદેસર વેકેન્સી કાઢી

Mansi Patel

શિરડી બંધનાં વિવાદને લઈને CM ઉદ્ધવ ઠાકરેની મીટિંગ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!