GSTV
News Trending World

ભારતીય મૂળની કમલા US ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનતાં હિંદુસ્તાનના લોકોએ અભિનંદનની વર્ષા કરી

ભારતીય મૂળના ઉમેદવાર કમલા હેરિસને ડેમોક્રેટ્સે યુએસમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉપ-રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કરી છે. ત્યારબાદથી કમલા માટે ચારે તરફથી અભિનંદન આવી રહ્યા છે. રાષ્ટ્રપતિપદના ઉમેદવાર જો બિડેને ટ્વીટ કરીને આ માહિતી આપી છે. કમલા ભારતીય મૂળની પહેલી મહિલા છે જે આટલા મોટા હોદ્દા માટે ઉમેદવાર છે. આ ચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાવાની છે. કમલા હરીસ યુએસ સેનેટર છે અને ડેમોક્રેટ્સ તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનશે. તેમની ગણતરી અમેરિકન દેશના સર્વશ્રેષ્ઠ સેનેટરમાં થાય છે. મહિલાઓ અને બાળકો માટે અદભૂત કામ કર્યું છે. જેમાં પોતાનું ભવિષ્ય તૈયાર કર્યું છે.

આ પછી કમલા હેરિસે પણ ટ્વીટ કર્યું છે. તેમાં તેમણે લખ્યું – “થેંક્યુ પાર્ટી”. ખુશી છે કે હું તેનો ઉપરાષ્ટ્રપતિ પદની ઉમેદવાર બની છું અને તેઓ જે કાંઈ કહેશે, હું મારા કમાન્ડર ઇન ચીફનું પાલન કરીશ. કમલા હેરિસ 55 વર્ષની છે અને આટલા મોટા પદ માટે ઉમેદવાર બનનારી ભારતીય મૂળની પ્રથમ મહિલા છે. સેનેટર તરીકે ચૂંટાયેલી તે ભારતીય મૂળની પ્રથમ મહિલા પણ હતી. કમલા હેરિસને શરૂઆતમાં રાષ્ટ્રપતિ અભિયાન પણ ચલાવ્યું હતું. અમેરિકામાં ભારતીય મૂળના 14.50 લાખથી વધુ મતદારો છે, જેનો લાભ હવે જ કમલાબેનને થઈ શકે છે.

Read Also

Related posts

દિલ્હી / એશિયાની સૌથી મોટી કાપડ માર્કેટની દુકાનમાં ભીષણ આગ, લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ

Hardik Hingu

મોટી દુર્ઘટના ટળી / હરિયાણામાં રાવણનું સળગતું પૂતળું ભીડ પર પડ્યું, 7 લોકો દાઝ્યા

Hardik Hingu

KBC-14 / શાશ્વત ગોયલ બન્યો સીઝનનો બીજો કરોડપતિ, હવે જીતશે આટલા કરોડ રૂપિયા

Hemal Vegda
GSTV