GSTV
Home » News » વિકાસની ફોગટ વાતો, રાજ્યના આ ગામના લોકો લીલયુક્ત પાણી પીવા માટે મજબુર

વિકાસની ફોગટ વાતો, રાજ્યના આ ગામના લોકો લીલયુક્ત પાણી પીવા માટે મજબુર

આમ તો વિકસિત ગુજરાતના ઢોલ સમગ્ર વિશ્વમાં પીટાઇ છે.પરંતુ આજ વિકસિત ગુજરાતમાં આવેલુ છે એક એવું ગામ જે ગામના લોકો પોતે ગુજરાતના છે કે નહીં તે માની શકતા નથી. કારણ કે આઝાદી બાદ આ ગામમાં પાણી માટે એક પણ યોજના પહોંચી નથી. ગામના લોકો નિર્ભર છે દૂરના એક કુવામાં લીલયુક્ત પાણી પીવા માટે.

પાણી માટે પ્રતિદિન આવી જ રીતે કતારમાં ચાલીને ગજાપુર ગામની મહિલાઓ હિજરત કરે છે. દોઢેક કિલોમીટર દૂર એક જ કુવામાં અનેક બેડાથી પાણી ઉલેચાય છે.. પાણી પણ કેવું લીલથી ભરપૂર, જે પાણી પીને લોકો બીમાર પડી જાય.

બહુચરાજી તાલુકાના ગજાપુરા ગામની આ સ્થિતી આજકાલની નથી…આઝાદીના વર્ષો બાદ પણ આજદિન સુધી અહીં પાણીની કોઇપણ પ્રકારની વ્યવસ્થા નથી. ન તો કોઇ બોર બનાવાયો છે ન તો પહોંચી છે બીજી કોઇ યોજના જેના કારણે અહીં સ્થિતી એવી છેકે અહીંના વિદ્યાર્થીઓ અભ્યાસના ભોગ પાણીની શોધમાં સમય બગાડી રહ્યા છે.

એવું નથી કે ગજાપુર ગામના લોકોએ આ અંગે કોઇ લેખિત કે મૌખીક રજૂઆત કરી નથી…આ ગામના અનેક લોકો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે…પરંતુ તંત્રના બહેરા કાને કોઇ અવાજ પહોંચ્યો નથી..ત્યારે આ સ્થિતીમાં ગજાપુર ગામના લોકો હવે એવું માની રહ્યા છેકે તેઓ આજ વિકસિત ગુજરાતના છે કે નહીં.

READ ALSO

Related posts

અમદાવાદનો ટ્રાફિકથી ધમધમતો આ બ્રિજ દિવાળી બાદ 20 દિવસ રહેશે બંધ

Nilesh Jethva

ઓ બાપ રે! વાહનચાલક ગાડી વેચશે તો પણ નહીં ભરી શકે દંડ, એક વ્યક્તિને 2.50 લાખનો દંડ

Arohi

ઉત્તર ગુજરાતના કોંગ્રેસના કદાવર નેતા કેસરિયો ખેસ પહેરશે, ટિકિટની વહેંચણી કોંગ્રેસને નડી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!