ભારતમાં ખુબજ ઝડપથી you tubeનો ક્રેઝ વધતો જાય છે. ત્યારે રોજના યૂ-ટ્યૂબ પર વધતા યૂઝર્સને કારણે કેટલાક લોકોએ પોતાની કમાણીનું સાધન બનાવી દીધુ છે. જેમણે ખુજબ કમાણી કરી છે. એટલું જ નહીં you tubeના કારણે ઇન્ટરનેટ પર જાણીતા સેલિબ્રિટી પણ બની ગયા છે. કોઇ બ્યુટી ટિપ્સ આપીને તો કોઇ લોકોને હસાવીને કરોડો રૂપિયા કમાણી કરી રહ્યા છે. આવો અમે તમને બતાવીએ દેશના ટોપ યૂ-ટ્યૂબ સેલિબ્રિટીઝની કમાણી વિશે અને તેમ પણ આનો ફાયદો ઉઠાવી શકો છો. દર મહિને કમાય છે 10 થી 35 લાખ યૂ-ટયૂબથી કમાણી કરતી
શ્રુતિ આનંદ આજે જાણીતી સેલિબ્રિટી બની ગઇ છે
શ્રુતિ you tube પર બ્યુટી ટિપ્સના વિડિયો પોસ્ટ કરે છે જે દર મહિને રૂ. 10 થી 35 લાખ કમાણી કરે છે. 30 વર્ષની શ્રુતિ આનંદ આજે યૂ-ટ્યૂબ પર મેકઅપ ક્વીનના નામે જાણીતી છે. તમે યૂ-ટયૂબ પર શ્રુતિ આનંદ મેકઅપ ટાઇપ કરશો તો તેના મેકઅપની જુદીજુદી ટીપ્સ શિખવાડતા હોવાના અનેક વિડિયો મળશે. આજે શ્રુતિના છ કરોડ વ્યુઅર્સ છે. જ્યારે તેમના મેકઅપ ટિપ્સના 3 લાખથી વધુ સબક્રાઇબર્સ છે.
યૂ-ટ્યૂબ પર કરોડોની કમાણી કરવામાં કોમેડિયન તન્મય ભટ્ટ પણ મોખરે
તન્મયનો શો એઆઇબીના you tube પર 14 કરોડની વધુ વ્યુહ મળી ચુક્યા છે. જ્યારે યૂ-ટ્યૂબ પર તેમના અંદાજે 14 લાખથી વધુ સબક્રાઇબર છે- મિડિયા રિપોર્ટસના જણાવ્યા મુજબ તન્મય યૂ-ટ્યૂબથી અત્યારસુધી 14 કરોડથી વધુ રકમથી ચુકવણી થઇ છે. તેમના શો એટલો ફેમસ છે કે તન્મયને આ વર્ષે 2015ના ફોર્બ્ર્સની યાદીમાં સૌથી અમીર સિલિબ્રિટીઝના લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યુ.
યૂ-ટ્યૂબ પર હિટ છે કનન ગિલ વ્યવસાયે એન્જિનિયર
કનન ગિલ આજે you tube પર સૌથી મોટો સ્ટાર બની ગયો છે. કનનને પહેલેથી જ કોમેડિનો શોખ હતો. 2014માં તેને કોમેડિ સેન્ટ્રલ ચેનલના કોમેડી શો ‘ધ લિવિંગ રૂમ’માં કામ કરવાનો મોકો મળી ગયો. ત્યારબાદ તેને યૂ-ટ્યૂબ પર ફિલ્મોના રિવ્યુનું કામ કર્યુ હતું. તેમણે ફિલ્મોની સમીક્ષા કરતી વ્યુહાત્મક વાત લોકોને જલ્દીથી પસંદ પડવા લાગી. કનન આજે યૂ-ટયૂબની દુનિયામાં સંપુર્ણ પણે કુદી ગયા છે. ફક્ત 23 વર્ષનો કનનના યૂ-ટ્યૂબ પર 3 કરોડ વ્યુઅર્સ છે. તેઓ દર મહિને અંદાજે રૂ. 4 થી 20 લાખ કમાણી કરે છે.