GSTV
Home » News » Bitcoinથી પણ મસમોટું કૌભાંડ આવ્યું બહાર, સુરતમાં વેપારીઓના કરોડો ડૂબ્યા

Bitcoinથી પણ મસમોટું કૌભાંડ આવ્યું બહાર, સુરતમાં વેપારીઓના કરોડો ડૂબ્યા

સુરત ખાતે આજે ફરી એક કૌભાંડની ફરીયાદ સામે આવી છે. બિટકોઈન જેવા બીએસએસ કોઈન કૌભાંડ અંગેની ફરીયાદ સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવવામાં આવી છે. કેન્દ્ર સરકારના પ્રતિબંધ બાદ બિટકોઈન રોકાણકારોને યોગ્ય વળતર નહિં મળતા પોલીસ ફરીયાદ કરી રહ્યા છે. જેમાં સુરત મોખરે છે. સૌથી પહેલા એક ફરીયાદ દાખલ થયા બાદ અન્ય ચાર ફરીયાદો સપાટી પર આવી હતી.  જેમાં 5 વિરુદ્ધ ગુનો નોંધાયો છે. જે અંતર્ગત આજે પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. આમાં ભોગ બનનાર 21 વ્યક્તિએ સીઆઈડી ક્રાઈમનો સંપર્ક કર્યો છે. જેમની સાથે થયેલ છેતરપીંડીનો આંક 1,64,53,800 થાય છે.

મોટા વરાછા ખાતે બે અને પુણા ગામ ખાતે એક ઓફીસ ખોલી હતી

સુત્રોના જણાવ્યા મુજબ, એફઆઈઆરમાં જણાવ્યા મુજબ, www.bitstrades.com અને www.bitstradescoin.com નામની વેબસાઇટ પર બિટકોઇનમાં રોકાણ કરવા બદલ ડબલ અને ત્રિપલ રૂપિયા મળશે તેવી લાલચ આપવામાં આવી હતી. યુકેના સરનામે રજીસ્ટ્રેશન કરાવી સુરતમાં મોટા વરાછા ખાતે બે અને પુણા ગામ ખાતે એક ઓફીસ ખોલવામાં આવી હતી. જેમાં બીટ્સટ્રેડ્સ તથા બી.એસ.એસ.કોઇનો પ્રચાર કરવામાં આવતો હતો. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ પ્રચાર કરી લલચામણી જાહેરાતો આપવામાં આવતી હતી.  રાકેશ સવાણી, નિકુંજ સાવલિયા, કલ્પેશ લખાણી, હાર્દિક ઝડફિયા અને અશોક ખાંભના સહિતના મુખ્ય ભાગીદારોએ પીરામીડ સિસ્ટમથી લોકો પાસે લાખોનું રોકાણ કરાવ્યું હતું.

બેંગકોગ અને સિંગાપુરની ટ્રીપ પણ કરાવવામાં આવી હતી

રોકાણ કરનારાઓ પૈકી 190 જેટલા રોકાણકારોને દેશ અને વિદેશમાં યોજાયેલી મીટિંગમાં લઇ જવામાં આવ્યા હતા. આ રોકાણકારોને રોકાણ કર્યા બાદ બેંગકોગ અને સિંગાપુરની ટ્રીપ પણ કરાવવામાં આવી હતી. આરોપીઓએ રોકાણકારોને જણાવ્યું હતું કે, તેમણે કરેલા રોકાણ પર રોજે રોજના 1 ટકા વ્યાજ તથા 0.25 ટકા વ્યાજ તથા આઇસીઓ પીરીયડ દરમિયાન ઉચું બોનસ આપવામાં આવનાર હતું. રોકાણકાર તેમની ડાઉન લાઈનમાં કોઈને રોકાણ કરાવશે તો તેમને સીધુ 7 ટકા કમીશન આપવામાં આવશે, અને તેમની ઉપર અપરલાઈનમાં ચાર લેવલ સુધી કમશઃ 5, 3, 2 અને 1 ટકા રેફરલ મળશે, એટલે કે પીરામીડ સીસ્ટમથી રોકાણ કરાવવાનું જણાવ્યું હતું. જો કોઈ રોકાણકાર તેમની ડાઉન લાઈનમાં 1,000,000 યુરોનું એક માસમાં રોકાણ કરાવશે તો તેમને રોકાણના 10 ટકા એક્સ્ટ્રા બોનસ આપવામાં આવશે.

ભાવ સતત વધારી 8 યુરો સુધી લઇ જવામાં આવ્યો હતો

લોકો લોભામણી અને લલચામણી જાહેરાતોને પગલે મોટી સંખ્યામાં રોકાણ કરવા માટે જોડાયા હતા. જેથી બીટસટ્રેડસ તથા બી.એસ.એસ. કોઈન જયારે લોન્ચ કર્યો ત્યારે તેનો ભાવ 1 યુરો રાખ્યો હતો, જેનો ભાવ સતત વધારી 8 યુરો સુધી લઇ જવામાં આવ્યો હતો. શરૂઆતમાં રોકાણકારોને રેગ્યુલર વ્યાજ તથા અન્ય કમીશન આપવામાં આવતા હતા. જોકે માર્ચ 2018માં રોકાણકારોને જાણ કર્યા વગર અચાનક વેબસાઈટને વારંવાર મેન્ટેનન્સમાં લઈ જઈ બી.એસ.એસ. કોઈન તેમના વોલેટમાં તરફ આપી બન્ને વેબસાઈટ અચાનક બંધ કરી રોકાણકારોના કરોડો રૂપિયાનું ધોવાણ થયું હતું. આ અંગે એક રોકાણકારે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

હાર્દિક ઝડફિયાની સીઆઈડી ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી

સીઆઈડી ક્રાઈમે રાકેશ સવાણી, નિકુંજ સાવલિયા, કલ્પેશ  લખાણી, હાર્દિક ઝડફિયા અને અશોક ખાંભનાં સામે રૂપિયા 1,64,53,000ની છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ શરુ કરી હતી, જેમાં હાર્દિક ઝડફિયાની સીઆઈડી ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, હાર્દિક  બન્ને વેબસાઈટનું હેન્ડલિંગ કરતો હોવાનું બહાર આવ્યું છે. જયારે અન્ય આરોપીઓને શોધવામાં આવી રહ્યા છે, આ સાથે જ જેઓ પણ બિટકોઈન કે પછી આવી જ કોઈ લલચામણી જાહેરાતોમાં આવી જઈ રોકાણ કરી પોતાની મૂડી ગુમાવી હોય તેમને સીઆઈડી ક્રાઈમનો સંપર્ક કરવા માટે અપીલ પણ કરવામાં આવી છે.

Related posts

ફરી મણીશંકરની જીભ લપસી: ઐય્યર બાબુ બોલ્યા કે, ભાજપનું લક્ષ્ય કોંગ્રેસ મુક્ત ભારત નહિં પણ…

Riyaz Parmar

પંડિત નહેરૂ પાસેથી શીખો અને સાધ્વી પ્રજ્ઞા સામે પગલા ભરો મોદીજી!

Riyaz Parmar

ગુજરાત રાજ્યસભા ચૂંટણી : ભાજપના બીજા ઉમેદવાર તરીકે સામાજિક કાર્યકર જુગલ ઠાકોરનું નામ નક્કી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!