GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

દિલ્હી તબલિગી જમાતના જલસામાં ગુજરાતમાંથી કેટલા ગયા, ડીજીપીએ કર્યો છે આ ખુલાસો

તબલિગી જમાત

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું કે દિલ્હીમાં તબલીગી જમાતના કાર્યક્રમાં હાજર રહ્યા હોય તેવા ગુજરાતના 72 લોકોની ઓળખ થઈ છે. અમદાવાદના 34 ભાવનગરના 20 મહેસાણા 12 બોટાદના 4 નવસારીના 2 લોકોની ઓળખ થઈ છે. જે પૈકી ભાવનગરના એકને કોરોના પોઝિટિવ હતો જેનું મોત થયું છે. બાકીના 71 ક્વોરન્ટાઈનમાં છે. જોકે તેમનામાં હાલ કોરોનાના લક્ષણો જણાયા નથી. પરંતુ પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે. દિલ્હીના નિઝામુદ્દીન ખાતે યોજાયેલ મરકઝ કાર્યક્રમનો છેડો છેક દ્વારકા જિલ્લા સુધી પહોંચ્યો છે. દ્વારકા પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પણ થોડા સમય પહેલા તબલિગી જમાતના કાર્યક્રમમાં સામેલ થયા હોવાની વાત સામે આવી છે. એટલું જ નહીં આ કોન્સ્ટેબલ દિલ્હીથી પરત ફર્યા બાદ અનેક લોકોના સંપર્કમાં પણ આવ્યા હોવાની વાત સામે આવતા દ્વારકા આરોગ્ય તંત્ર ચિંતામાં મુકાઇ ગયું છે. હાલમાં કોન્સ્ટેબલને કોરન્ટાઇન કરી દેવાયા છે. અને તેમના સેમ્પલ લઇને તપાસ અર્થે મોકલી દેવાયા છે. હવે તેના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.

હવે કોણ સાચું એ સવાલ છે

દિલ્હીના નીઝામુદ્દીન ખાતે તબલીગી મકરજ જમાતમાં ગયેલા લોકોને શોધવામાં આવી રહ્યા છે. જેમાં નવસારી જિલ્લામાંથી કુલ ૧૬ લોકો નીઝામુદ્દીનના મરકજ ધાર્મિક કાર્યક્રમમાં ગયા હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગે જણાવ્યું છે. જોકે એમાંથી નવસારીનો એક જ વ્યક્તિ મકરજમાં હતો, બાકીના લોકોની દિલ્હી આસપાસની ટ્રાવેલ હિસ્ટ્રી હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છેકે ગુજરાતમાં અંદાજે ૪૦૦થી વધુ લોકો દિલ્હીના નીઝામુદ્દીન તબલીગી મરકઝમાં ગયા હોવાનું મનાઈ રહયું છે. જેમાં નવસારી જીલ્લાના ૧૬ લોકો હોવાનું સામે આવ્યું છે. જેની જાણ થતા જ એક્ટીવ થયેલા જિલ્લા આરોગ્ય વિભાગે તમામને શોધીને હોમ કોરોન્ટાઇનમાં રાખ્યા છે. સાથે જ તેમની આરોગ્ય ચકાસણી પણ કરી લેવામાં આવી છે. જેમાં નવસારીના ૯, વિજલપોરના ૨, બીલીમોરાના ૨, ચીખલીના ૨ અને વાંસદાનો એક મળી કુલ ૧૬ લોકોનો સમાવેશ થાય છે. કોરોના સંકટ વચ્ચે દિલ્હીમાં તબલીગી જમાતમાં ગયેલો બનાસકાંઠાનો એક યુવક વડગામના લીંબોઈ ગામેથી ઝડપાયો છે. તેને તપાસ માટે હોસ્પિટલ ખસેડાયો છે. આ યુવક મૂળ ઉત્તરપ્રદેશનો છે. અને વડગામના લીંબોઈ ગામે ખેતી કામ કરતો હોવાનુ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

સુરતમાં યાદી બનાવાઈ, પોલીસનો ખુલાસો એક જ વ્યક્તિ ગયો

દિલ્લીના તબલીગીના મરકઝની આસપાસના વિસ્તારમાં રહેલા વધુ 196 લોકોના નામની યાદી સુરત પોલીસને મોકલવામાં આવી છે. સુત્રોની માહિતી મુજબ સુરત પોલીસે વધુ સાત ટીમો બનાવી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ તમામની શોધખોળ કરી રહી છે. તમામના મોબાઈલ નંબર નિઝામુદ્દીનના વિસ્તારમાં ટ્રેસ થયા હોવાની પણ સુત્રોની માહિતી છે. જોકે તપાસમાં એવું પણ જણાયું છે કે હાલ તેઓ સુરતમાં નથી. મરકઝમાં આ તમામ લોકો ગયા હતા કે નહીં તેની તકેદારી ના ભાગરૂપે તપાસ કરવામાં આવી રહી છે. સુરત પોલીસ કમિશનરે કહ્યું કે દિલ્હીની મરકજમાં સુરતનો માત્ર એક વ્યક્તિ ગયો હતો. જયારે અન્ય 71 લોકો જે તે વિસ્તારમાં હાજર હતા. કેટલાક લોકો પોતાના ધંધા અર્થે ગયા હોવાની વાત સામે આવી હતી. જોકે પૂરું સરનામું ન હોવાના કારણે અન્ય 10 ને પોલીસ દ્વારા શોધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તકેદારી રૂપે અન્ય લોકોને ક્વારન્ટાઇલ વોર્ડમાં રખાયા હતા.

લોકડાઉનની સ્થિતિ વચ્ચે કોરોનાનું સંકટ વધ્યું

સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે કોરોનાનું સંકટ વધી રહ્યુ છે અને 4 લોકોના વધુ મોત થતા દેશમાં કુલ મૃત્યુઆંક 53 સુધી પહોંચી ગયો છે. આજે તામિલનાડુમાં સૌથી વધારે 110 કેસો સામે આવ્યા છે. આંધ્રપ્રદેશમાં 43 નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 23 નવા કેસ સાથે રાજ્યમાં કુલ 325 પોઝીટીવ કેસ થયા છે. જ્યારે દિલ્હીમાં કોરોનાના કુલ કેસ 123 થયા છે. દેશમાં કોરોનાના કેસોમાં અધધ વધારો થતાં નોંધાતા કુલ 1906થી વધુ પોઝીટીવ કેસ નોંધાયા છે. કોરોનાનું સંકટ પ્રસરે નહી તે માટે સરકારે 21 દિવસનું લોકડાઉની જાહેર કર્યુ છે પરંતુ તેમ છતાં હવે કોરોના દેશના એવા વિસ્તારો સુધી પહોંચી રહ્યો છે. જ્યાં એક પણ કેસ નોંધાયા ન હતા. કારણ કે અસમમાં કોરોનાનો એક પોઝિટીવ કેસ નોંધાયો છે. આસામના કરીમગંજ જિલ્લાના સ્થાનિક 52 વર્ષના વ્યક્તિમાં કોરોના સંક્રમણ જોવા મળ્યુ છે.મરકજમાંથી રિટર્ન થયેલા 110 લોકોમાં કોરોના પોઝિટીવ જોવા મળ્યો છે. જેને પગલે એક જ દિવસમાં તામિલનાડુમાં કેસોની સંખ્યા 234એ પહોંચી ગઈ છે. માત્ર તામિલનાડુ જ નહીં અંડમાન અને દિલ્હીની પણ હાલત છે.

દિલ્હી પોલિસ દ્વારા વારંવાર ચેતવણી છતાં તબલિગી જમાત જીદ અને હઠિલા વલણે આજે દેશની પરિસ્થિતિ ગંભીર બની છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના ચેપના 386 નવા કેસ નોંધાયા છે. તેમાંથી 164 કેસ દિલ્હીના નિઝામુદ્દીન મરકજની તબલીગી પ્રવૃત્તિમાં સામેલ લોકો સાથે સીધા જોડાયેલા છે. ઘણાં તેમના સંપર્કમાં આવેલા લોકો પણ છે. આ બધાઓની ચકાસણી ચાલુ છે. કેટલાકના રિપોર્ટ આવી ગયા છે.હજુ ઘણાંના રિપોર્ટ આવવાના બાકી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે દેશમાં કોરોના વાયરસના ચેપના 386 નવા કેસ છે અને અત્યાર સુધીમાં 38 લોકોનાં મોત નીપજ્યાં છે. મોતનાં 3 નવા કેસ નોંધાયા છે. 132 લોકો સ્વસ્થ થયા છે. ભારતમાં કોરોના પોઝિટીવની સંખ્યા 1900ને પાર કરી ગઈ છે. 53 લોકોનાં મોત થઈ ચૂક્યા છે.

ઘણા રાજ્યોમાં તબલીગી જમાતના લોકોમાં કોરોના પોઝીટીવ

આરોગ્ય મંત્રાલયે કહ્યું કે કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થવાનું મુખ્ય કારણ તબલિગી જમાતનાં લોકો દેશના તમામ ભાગોમાં મુસાફરી કરી છે. નવા કેસોમાં જમ્મુ અને કાશ્મીરના 23, તેલંગાણાના 20, આંધ્રપ્રદેશના 17, આંદામાન અને નિકોબારના 9, તમિળનાડુના 65, દિલ્હીના 18 અને પુડુચેરીના 2 કેસનો સમાવેશ થાય છે. જેમાં તબલિગી જમાતના લોકો ગયા છે કે તેમના સંપર્કમાં આવેલા લોગો છે. અન્ય સ્થળોએ પણ લોકોની તપાસ ચાલી રહી છે.

લોકોને ધાર્મિક કાર્યક્રમોથી બચવા માટે આરોગ્ય મંત્રાલયની અપીલ

આરોગ્ય મંત્રાલયમાં જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું કે, ‘દિલ્હીમાં જમાત સાથે સંકળાયેલા 1800 લોકોને 9 જુદી જુદી હોસ્પિટલો અને સંસર્ગનિષેધ કેન્દ્રોમાં ખસેડવામાં આવ્યા છે. નવા કેસો જે 24 કલાકમાં આવ્યા છે, તેઓ છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા રાષ્ટ્રીય વલણને ફરીથી ઉત્પન્ન કરતા નથી. આરોગ્ય મંત્રાલયે લોકોને તાકીદ કરી છે કે લોકડાઉન દરમિયાન કોઈપણ મેળાવડા, ધાર્મિક કાર્યક્રમો અને સામાજિક અંતર સંબંધિત કોઈપણ માર્ગદર્શિકાનું સખત પાલન કરવામાં આવે.

Related posts

લદાખમાં ચીન-ભારતે લશ્કરની સંખ્યા વધારી : શસ્ત્રોને અને ટેન્કો ગોઠવી, મોદી સરકાર પર દબાણનો પ્રયાસ

Dilip Patel

ગાંધીનગર: સચિવાલયની કચેરીઓ ધમધમતી થઈ, મંત્રીઓએ સ્વર્ણિમ સંકુલમાં કાર્યભાર સંભાળ્યો

pratik shah

ખેડૂતો માટે આનંદ વધામણા, કેરળ કાંઠે ચોમાસાના પ્રારંભે જ ભારે વરસાદથી 9 જિલ્લામાં યલો એલર્ટ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!