GSTV
Home » News » તાપીમાં વરસાદનું તાંડવ સર્જાતા લોકો ઘરવિહોણા, સત્વરે સહાય ચુકવવા માગ

તાપીમાં વરસાદનું તાંડવ સર્જાતા લોકો ઘરવિહોણા, સત્વરે સહાય ચુકવવા માગ

તાપી જિલ્લામાં આવેલા તોફાની વરસાદને પગલે થયેલા નુક્શાનીનો તાગ મેળવવા પ્રભારી મંત્રી યોગેશ પટેલે સ્થળ તપાસ કરી હતી. પ્રભારી મંત્રી યોગેશ પટેલે અસરગ્રસ્તોને તુરંત સહાય મળશે તેવી ખાતરી આપી હતી. ગતરોજ મોડી સાંજે પડેલા વરસાદે તાપી જિલ્લામાં ભારે તબાહી સર્જી છે. જિલ્લાના સાત તાલુકાઓ પૈકી ડોલવણ, વાલોડ, કુકરમુન્ડા ,સોનગઢ અને ઉચ્છલ તાલુકાઓના કેટલાક ગામોમાં ઘરોના છાપરા ઉડી ગયા હતા. સાથો સાથ પણ વૃક્ષો ધરાશાયી થયા હતા.

વરસાદને કારણે જિલ્લાનાં દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારમાં વસતા લોકોને જે નુકસાન થયું છે. તેની તાત્કાલિક સહાય ચુકવાશે. આ માટે સર્વેની કામગીરી હાલ તંત્ર દ્વારા ચાલી રહી છે. બીજી તરફ વીજળી પડતા વ્યારાના ખુશાલપુર ગામે ખેતરમાં કામ કરતી નીરુબેન ગામીત અને સોનગઢના બાવલી ગામે 45 વર્ષીય મહિલા માલુબેન કાથુડનું મોત નીપજ્યું હતું. જેમાં અસરગ્રસ્તોને તુરંત સહાય મળી જશે. તેવી ખાતરી તાપી જિલ્લા પ્રભારી મંત્રી દ્વારા આપવામાં આવી હતી.

READ ALSO

Related posts

યસ બેન્કની સ્થાપના કરનાર રાણા કપુરના ડુબ્યા 7 હજાર કરોડ, 11 મહિનામાં 78 ટકા શેર તૂટ્યો

Path Shah

સુરત : હજાર કરોડનું બીલિંગ કૌભાંડ આવ્યું સામે, ચાર લોકોની કરાઇ ધરપકડ

Path Shah

સુરતના તાતીથૈયા ગામે ગેસનો બાટલો ફાટતા પાંચ લોકોના મોત, પરિવારમાં માતમ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!