પુરવઠા વિભાગ દ્વારા લાખોના ખર્ચે બનાવેલ યોજનાઓ શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે અને સરકારી નાણાંનો ખુલ્લે આમ બગાડ થઈ રહ્યો છે. જે લોકોને આ લાભ આપવાનો છે અને જેમના માટે આ યોજના બનાવમાં આવી છે તેમને એક ટકો પણ લાભ મળ્યો કે નથી કોઈ પણ રીતે આ યોજના ઉપયોગી નીવડી નથી અને આજેય પાણીની રાહ જોઈ રહ્યા છે.

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલ રાણીજીની પાદેડીમાં મોટાભાગના ઘરો ગરીબ આદિવાસી વસ્તીના આવેલા છે. અહી વર્ષોથી પાણીનો પ્રશ્ન રહે છે અને ઉનાળામાં તો પાણીને લઈને ખૂબ તકલીફ વેઠવાનો વારો આવે છે અને ગરીબ લોકોને પાણી માટે વલખા મારવાનો વારો આવે છે. ૭ વર્ષ પહેલાં પાણી પુરવઠા વિભાગ દ્વારા રાણીજીની પાદેડી ખાતે દરેક ફળીયામાં પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે હેતુથી લાખો રૂપિયાના ખર્ચે પાણીનો ટાંકો બનાવ્યો હતો અને તેમાંથી પાણી પાઇપ લાઇન થી પાણી ફળીયા દીઠ દરેક ઘરને પાણી મળી રહે તે રીતે નળો ફિટ કરવામાં આવ્યા હતા. પરંતુ ૭ વર્ષ વીતી જવા છતાંયે પાણીનું ટીપું પણ જોવા મળ્યું નથી અને આજેય આ નળના પોઇન્ટ ઊભા જોવા મળે છે અને અહીંના લોકો આજેય આ નળોમાંથી પાણી આવશેની રાહ જોઈ રહ્યા છે.


જ્યારે આજ ગામમાં અન્ય એક પટેલ વસ્તી ધરાવતું ફળિયું આવેલ છે યોજના શરૂ થયા બાદ અત્યાર સુધી માત્ર આ ફળિયાને એકલું જ પાણી આપવામાં આવે છે ત્યારે અન્ય જે આદિવાસી ગરીબ ફળીયા છે તેમને પાણી મળતું નથી ત્યારે એ કહેવું જરૂરી બને છે કે પાણી પૂરવઠા વિભાગ પણ રાજકીય પક્ષોની જેમ જાતિગત ગણિતમાં આધારે પાણી આપી જાતિ વિગ્રહનું કામ કરી રહ્યું છે. કારણ કે દરેક ફળિયા માટે યોજના મંજૂર થઈને બની ગઈ તો પછી માટે સમૃદ્ધ એવા પટેલ ફળીયામાં પાણી પહોંચાડાય છે જેમને બોર મોટર બધું જ છે અને પાણીની ખાસ જરૂર નથી અને જે લોકોને પાણીની સખત જરૂર છે એવા ફળીયાઓમાં અત્યાર સુધી નળ પણ ધૂળ ખાતા થઈ ગયા છતાંય એક ટીપુ પાણી જોવા નથી મળ્યું અને એ પણ સાત વર્ષ વિતી ગયા તોય ત્યારે પાણી પુરવઠા વિભાગે સરકારના નાણાં નો ઉપયોગ ખોટી રીતે વેડફાટ કર્યો એ કહેવામાં જરાય સંકોચ કરવા જેવો નથી.
READ ALSO
- યુએન એજન્સીની ચેતવણી: કોરોના કાળમાં વધશે બાળ મજૂરીનું પ્રમાણ, 10 વર્ષમાં થયો હતો 38%નો ઘટાડો
- હવે ઉઘાડું પડશે ચીન: વુહાન વાયરોલોજી લેબની પોલ ખુલી, ચામાચીડિયા પર રિસર્ચને લઈને અમેરિકાના સવાલ
- ગુજરાતને ભેટ/ સ્ટેચ્યુ ઓફ યુનિટી સમગ્ર દેશ સાથે જોડાશે, પીએમ મોદી આજે 8 ટ્રેનોને આપશે લીલી ઝંડી
- હિમવર્ષા અને કોલ્ડવેવ વચ્ચે જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા, 4.1ની તીવ્રતાએ ધરા ધ્રુજી
- મહારાષ્ટ્રમાં ‘દશેરાના દિવસે જ ઘોડો ના દોડ્યો’: વેક્સિનેશન 18 જાન્યુઆરી સુધી સ્થગિત, એપમાં સામે આવી ભેદી ખામી