GSTV

ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ઇમરાન સરકાર વિરુદ્ધ જનાક્રોશ: ચૂંટણીમાં ધાંધલીનો આરોપ, પ્રદર્શનકારીઓએ કર્યા હિંસક દેખાવો

ઇમરાન

Last Updated on November 27, 2020 by Bansari

પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)નાં ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ફરી એકવાર પાકિસ્તાનની ઇમરાન સરકાર વિરુદ્ધ હિંસક દેખાવો થયા છે. વિરોધીઓનો આરોપ છે કે તાજેતરમાં સમાપ્ત થયેલી વિધાનસભા ચૂંટણીમાં ઈમરાન સરકારે ધાંધલી કરી છે.વિરોધ પ્રદર્શકોએ પોતાનો ગુસ્સો અને હતાશા બતાવવા ટાયરો સળગાવી અને રસ્તાઓ જામ કરી દીધા. હકીકતમાં, તાજેતરમાં યોજાયેલી ચૂંટણીઓમાં, ઇમરાનની પાર્ટી ‘પાકિસ્તાન તેહરીક-એ-ઇન્સાફ’ (પીટીઆઈ) એ ગિલગિટ-બાલ્ટિસ્તાનની 23 વિધાનસભા બેઠકોમાંથી મોટા ભાગની બેઠકો પર જીત મેળવી છે અને સરકાર બનાવવાની તૈયારીમાં છે.

વિપક્ષે ઇમરાન સરકાર પર સત્તાના દુરુપયોગનો આરોપ લગાવ્યો

તો વળી, વિપક્ષે ચૂંટણીને ધાંધલી ગણાવી અને સરકાર પર સત્તાનો દુરૂપયોગ કરવાનો આરોપ લગાવ્યો. નોંધપાત્ર બાબત એ છે કે, ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચૂંટણી યોજવા અંગે ભારતે પાકિસ્તાન સામે પોતાનો વાંધો વ્યક્ત કર્યો હતો. ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને ગિલ્ગિટ-બાલ્ટિસ્તાનને તેના અભિન્ન ભાગરૂપ ગણાવતા આ વિસ્તારમાં ઇમરાન સરકાર દ્વારા યોજાયેલી ચૂંટણીને ગેરકાયદે ગણાવી હતી.

ન્યાય નહીં મળે ત્યાં સુધી પ્રદર્શનકારીઓ નહી કરે પીછેહઠ

પાકિસ્તાનનાં વિરોધ પક્ષો દ્વારા કરવામાં આવેલાને પગલે સેંકડો લોકોએ પ્રદર્શનમાં ભાગ લીધો. વિરોધ પ્રદર્શકોનું કહેવું છે કે તેઓને ન્યાય મળશે નહીં ત્યાં સુધી તેઓ પાછા હટશે નહીં. ભારતનાં ભાગો પર ગેરકાયદેસર રીતે કબજો જમાવી બેઠેલા પાકિસ્તાન માટે આ વિસ્તારોમાં ચૂંટણીઓ હંમેશાં માટે મહત્વપૂર્ણ હોય છે, જોકે આ વખતે તે હતાશાજનક છે.

રવિવારે તમામ 23 મતવિસ્તારની ચૂંટણીના સંપૂર્ણ પરંતુ બિનસત્તાવાર પરિણામોએ સંકેત આપ્યો છે કે પીટીઆઈ 10 સીટો સાથે એકમાત્ર સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહી છે. આ પછી, સાત અપક્ષો વિજય મેળવતા જોવા મળે છે. તો, ડોન અખબારે અહેવાલ આપ્યો કે પીપીપી ત્રણ બેઠકો જીતી ચૂકી છે. પીએમએલ-એન બે બેઠકો જીતી છે અને મજલિસ વહદતુલ મુસલીમિનને એક બેઠક મળી છે, તેમણે પીટીઆઈ સાથે ગઠબંધન કરી ચૂંટણી લડી રહી છે.

Read Also

Related posts

ધારદાર સવાલ : ગૌતમ અદાણીના પોર્ટ પર આખરે કેવી રીતે પહોંચ્યું 9 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ? અફઘાનિસ્તાનથી થયું હતું ઈમ્પોર્ટ

pratik shah

ફટકો / પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની આશા ન રાખતા, આટલા રૂપિયા સુધીનો થઇ શકે છે વધારો

Zainul Ansari

RAIN BREAKING / રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી, અમદાવાદમાં અનેક વિસ્તારોમાં મેહુલિયો વરસી પડ્યો

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!