લોકો પોતાના સળગેલા ઘરોની વ્યથા CM રૂપાણીને કરવા જતાં લાકડી ખાવી પડી

રાજકોટમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના કાર્યક્રમનો વિરોધ કરનારાઓ પર લાઠીચાર્જ થયો છે. કુબલિયા પરાના વિસ્તારો પર પોલીસે લાઠીચાર્જ કર્યો છે. કુબલિયાપરાના લોકોના પ્રશ્ને વશરામ સાગઠીયાની આગેવાનીમાં વિરોધ સમયે આગેવાનની અટકાયત થઈ હતી. અને આ અટકાયતના વિરોધ પ્રદર્શનમાં સામેલ મહિલાઓ પોલીસવાન આગળ સુઈ ગઈ હતી. જે બાદ પોલીસે વશરામ સાગઠિયાને પરત લાવવા વાન મોકલી હતી. વિરોધ સમયે મોટી સંખ્યામાં મહિલાઓ હોવા છતાં એક પણ મહિલા પોલીસ હાજર ન હતા. અને પુરુષ પોલીસકર્મીઓએ જ મહિલાઓને ખસેડવાની કામગીરી કરી.

મહત્વનું છે કે ગાંધી નિર્વાણ દિવસે જ્યારે PM મોદી કરોડો રૂપિયાની યોજનાનું એલાન કરતા હતા તે દરમિયાન રાજકોટના કુબલિયા પરાના વિસ્તારમાં 70થી વધુ ઝૂપડાઓ સળગી ઉઠ્યા હતા. જે બાદ કેટલાક આક્ષેપ બાજી કરવામાં આવી હતી. જે બાદ આજે વિજય રૂપાણીના કાર્યક્રમ સમયે વિરોધ થયો હતો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter