GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

ગુરૂવારનો દિવસ બિહાર માટે કાળમુખો: આકાશમાંથી વિજળી પડતા 22 લોકોના મોત, અગાઉ પણ 100ના થયા હતા મોત

બિહારમાં ગુરૂવારનો દિવસ કાળમય સાબિત થયો છે. જ્યાં આકાશમાંથી વિજળી પડવાના કારણે 20 લોકોના જીવ ગયા છે. આ અંગે જાણકારી ખુદ સરકારના સંબંધિત વિભાગે આપી છે.

મૃતકના પરિવારને 4-4 લાખની સહાય

આ ઘટના બાદ રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમારે મૃતકોના પરિવારજનોને આર્થિક સહાય તરીકે 4-4 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ વાતની જાણકારી ખુદ મુખ્યમંત્રી કાર્યાલય તરફથી આપવામાં આવી છે.

મંગળવારના રોજ પણ 11 લોકોના મોત

આ અગાઉ મંગળવારના રોજ પણ વિજળી પડવાના કારણે 11 લોકોના મોત થયા હતા. જણાવી દઈએ કે, હવામાન વિભાગે અગાઉથી વિજળી પડવાની સંભાવનનાને લઈ એલર્ટ જાહેર કર્યુ હતું. હવામાન વિભાગે એલર્ટ જાહેર કરી જણાવ્યુ હતું કે, આગામી થોડા કલાકોની અંદર મધેપુરા, સહરસા અને સુપોલમાં વરસાદની સાથે સાથે વિજળી પણ પડી શકે છે.

અગાઉ 100 લોકોના મોત થયા હતા

અહીં ઉલ્લેખનીય છે કે, બિહારમાં વિતેલા થોડા દિવસની અંદર ભારે વરસાદ અને વિજળી પડવાના બનાવો બની રહ્યા છે. આ અગાઉ પણ બિહારમાં 100થી વધારે લોકોના મોત થયા હતા. તે સમયે પણ નીતિશ કુમારે દુખ વ્યક્ત કર્યુ હતું અને મૃતકોના પરિવારને સહાય માટે 4-4 લાખ રૂપિયાની જાહેરાત કરી હતી.

READ ALSO

Related posts

અહીં રાજાની સામે કપડા પહેર્યા વગર નાચે છે યુવતીઓ, બાદમાં રાજા પસંદ કરે છે મનપસંદ રાણી

Pravin Makwana

મોદી સરકારમાં રેલવેએ બનાવ્યો આ શરમજનક રેકોર્ડ, ઈતિહાસમાં યાદ કરાશે

Mansi Patel

ધોરણ 12 બોર્ડની સાયન્સ, સામાન્ય પ્રવાહ તથા ધોરણ 10ની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, આ તારીખે શરૂ થશે પરીક્ષા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!