GSTV

કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા, સમગ્ર રાજ્યમાં પારો 44ને પાર

Last Updated on June 2, 2019 by

ચારેબાજુ કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે..આ વર્ષે દેશમાં રેકોર્ડ બ્રેક ગરમીનો અહેસાસ થયો છે.ત્યારે ગરમીથી વચવા માટે વૃક્ષોના છાંયડાનો લોકોએ સહારો લીધો હતો.લોકો ગરમીના ઉકળાટથી બચવા ઝાડની છત્રછાયામાં બેઠેલા જોવા મળ્યા હતા.તો કેટલાક લોકોએ ઠંડા પાણીનો સહારો લીધો હતો..કેટલાક લોકોએ ઠંડુ પાણી કે છાશ પીને પોતાના શરીરનું ટેમ્પરેચર જાળવવાનો પ્રયત્ન કર્યો હતો.


રાજ્યમાં 45 ડીગ્રીનું ટોર્ચર જાણે આખાયે ગુજરાતને શેકી રહ્યુ છે.રવિવારે પણ સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમીનો લોકોને અહેસાસ થયો.ત્યારે નજર કરીએ રાજ્યના મહત્વના શહેરોના તાપમાન પર.આજે રાજ્યમાં સૌથી વધુ તાપમાન 45.3 ડીગ્રી સુરેન્દ્રનગર ખાતે નોંધાયુ…તો ગાંધીનગર પણ 45 ડીગ્રીના ટોર્ચરમાં શેકાયુ.

આ ઉપરાંત અમદાવાદમાં 44.4 ડીગ્રી…રાજકોટમાં 44.5 ડીગ્રી તાપમાને લોકોને ત્રાહિમામ પોકારવા મજબૂર કરી નાખ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં ભંયકર કાળઝાળ ગરમી પડી રહી છે,જેમાં લોકો સહિત પશુ પંખી પણ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. અને ગરમીથી બચવા અનેક ઉપાયો કરી રહ્યા છે. જેમાં કામ હોય તોજ બપોરના બહાર નિકળે છે.

READ ALSO

Related posts

હવે વગર મોબાઇલ નંબરે પણ તમે આધાર કાર્ડમાં આ રીતે સુધારો કરાવી શકશો, ફોલો કરો આ સરળ સ્ટેપ્સ

Dhruv Brahmbhatt

છટકેલ ઘરવાળો: પત્નીએ કોર્ટ કેસ પાછો ન ખેંચ્યો તો પતિએ દાંતથી બચકું ભરીને નાક તોડી નાખ્યું, લોહીલુહાણ થઈ ગઈ ઘરવાળી

Pravin Makwana

મોદી સરકારમાં મંત્રી રહી ચુકેલા ભાજપના નેતાનું વિવાદાસ્પદ નિવેદન, અમારાથી કામ ન થાય તો અમે જજને આગળ ધરી દઈએ છીએ !

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!