લોકો ટાઈગર અને દિશાનાં બ્રેકઅપની અફવા ઉડાવતાં રહ્યાં અને બંને ડિનરમાં સાથે દેખાયા

ફિલ્મો ઉપરાંત સેલેબ્રીટીજ તેમના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે. બોલીવૂડ અભિનેતાઓ ખાસ કરીને તેમના સંબંધો માટે હંમેશા સમાચારમાં હોય છે. છેલ્લા ઘણા વર્ષોથી એવી વાતો થઈ છે કે ટાઇગર શ્રોફ અને દિશા પટની સંબંધમાં છે. જો કે, ભૂતકાળમાં આવી કેટલીક અહેવાલો જાહેર કરવામાં આવી હતી કે તેમનું બ્રેકઅપ થઈ ગયું છે.

તાજેતરમાં જ આ બંને ડિનરમાં સાથે જોવા મળ્યા હતા. આ વખતે ટાઇગરની માતા આયેશા શ્રોફ પણ સાથે હાજર હતી. આ પ્રસંગે, જ્યાં ટાઇગર ફોટોગ્રાફરને પોઝ આપી રહ્યો હતો ત્યાંજ દિશા થોડી ઉતાવળમાં દેખાઈ હતી.

અગાઉ, એક અહેવાલમાં એવું કહેવામાં આવ્યું હતું કે બંનેએ પરસ્પર સંમતિ સાથે તેમનાં રસ્તાઓ અલગ અલગ કરવાનું નક્કી કર્યું છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter