GSTV
Home » News » કુંભ મેળામાં પોષ પૂર્ણિમાના બીજા સ્નાનમાં એક કરોડ શ્રધ્ધાળુઓએ ગંગામાં લગાવી ડૂબકી

કુંભ મેળામાં પોષ પૂર્ણિમાના બીજા સ્નાનમાં એક કરોડ શ્રધ્ધાળુઓએ ગંગામાં લગાવી ડૂબકી

ત્રિવેણી સંગમ ખાતે ચાલી રહેલા કુંભ મેળામાં પોષ પૂર્ણિમાના બીજા સ્નાનમાં એક કરોડ શ્રધ્ધાળુએ ગંગામાં પવિત્ર ડૂબકી લગાવી હતી.

સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રવિવારની રાત્રિએ જ શ્રધ્ધાળુઓનો પ્રવાહ સંગમ ખાતે આવવો શરૃ થયો હતો. સૂર્યોદય પહેલા જ શ્રધ્ધાળુઓએ ગંગાસ્નાન કરવાનું શરૃ કર્યું હતું. પોષી પૂર્ણિમા નિમિત્તે ૧.૦૭ કરોડ કરતા વધુ યાત્રિકોએ સ્નાન કર્યું હતું. મેળા ઉપર નજર રાખવા ડ્રોન કેમેરાની સુવિધા છે.

અધિકારીઓએ શ્રધ્ધાળુઓને ઉંડા પાણી તરફ નહીં જવા અને મેળામાં કોઈ શંકાસ્પદ વસ્તુ કે હિલચાલ જણાય તો સાવચેત રહેવા સૂચના આપી હતી.

પૂનમનો પૂર્ણ ચંદ્ર સાંજે દેખાયો ત્યારે શ્રધ્ધાળુઓ આનંદમાં આવી ગયા હતા. સવારમાં ધુમ્મસ છવાયેલું હતું પરંતુ શ્રધ્ધાળુઓનો ઉત્સાહ યથાવત હતો.

પોષ પૂર્ણિમાનું મહત્વ સમજાવતા સ્વામી અધોક્ષાનને જણાવ્યું હતું કે પોષ મહિનાની પૂર્ણિમા હિન્દુ શાસ્ત્રમાં મહત્વની છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ પોતે પોષ માસના પ્રતિનિધિ હોવાનું કહ્યું હતું.

કાનપુરથી આવેલા એક પ્રવાસીએ કુંભ મેળામાં આ વર્ષે નવી સુવિધાઓની પ્રશંસા કરી હતી અને ગંગા પણ આ વર્ષે વધુ સ્વચ્છ દેખાતી હતી.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શ્રધ્ધાળુઓને પોષ પૂર્ણિમાના અભિનંદન આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જપ, તપ અને ધ્યાનના પ્રતીક રૃપે પોષ પૂર્ણિમા પ્રાચીન પર્વ છે.

શાહી સ્નાન, મકર સંક્રાતિ, મૌની અમાવસ્યા અને બસંત પંચમી કરતાં અલગ પોષી પૂર્ણિમા પર્વ સ્નાન કહેવાય છે. તેથી અખાડા આ સ્નાન કરતા નથી. કેન્દ્રીય રાજય મંત્રી અને ભાજપના નેતા સાધ્વી નિરંજના જ્યોતિષે આજે કુંભ મેળાની મુલાકાત લીધી હતી.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી રાવત પણ આગામી વર્ષે હરિદ્વારમાં યોજાયેલા કુંભ મેળાનું આમંત્રણ લઇને આવ્યા હતા. તેઓ વિવિધ અધિકારીઓ અને અખાડાના વડાને મળ્યા હતા.

Related posts

સાસુ સાથે લીવ ઈન રિલેશનશિપમાં રહેતા જમાઈએ રાતે સાસુની કરી નાખી આવી હાલત

Bansari

બાપ રે આવી ઐયાશી, એક રાતમાં સીએમના ભાણેજે 8 કરોડ ઉડાવી દીધા

Dharika Jansari

મહારાષ્ટ્ર વિધાનસભામાં એક્ઝિટ પોલના આંકડા મુજબ ભાજપ-શિવસેનાને મળશે આટલી સીટો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!