GSTV
Trending

થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ વગર વાહન ચલાવતા લોકો સાવધાન, ચૂકવવો પડશે ભારે દંડ

આજે દેશમાં વાહનોની સંખ્યામાં કૂદકેને ભૂસકે વધારો થઈ રહ્યો છે બીજી તરફ અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે ત્યારે આ સ્થિતિ વચ્ચે વાહન ગમે તે હોય પાર્ટી વીમો લેવો ફરજિયાત છે અને તેમ ન કરવું એ મોટર વ્હીકલ એક્ટ હેઠળ સજાપાત્ર ગુનો ગણવામાં આવે છે.

વાહનનું થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ કવર અથવા જવાબદારી કવર એ એક એવી સુવિધા છે જે વાહન માલિકને કોઈપણ કાનૂની અને આકસ્મિક જવાબદારી, નાણાકીય નુકસાન અથવા મિલકતને નુકસાન, અકસ્માત વગેરેના કિસ્સામાં થયેલા નાણાકીય ખર્ચને આવરી લેવામાં મદદ કરે છે.

થર્ડ પાર્ટી વીમામાં થર્ડ પાર્ટીનો લાભ મળે છે જેમને તમારા વાહન સાથે અકસ્માત થયો હોય, આમાં તમને તમારા વાહનની ચોરી થવા પર કોઈ કવર મળતું નથી. જો કોઈ વ્યક્તિ થર્ડ-પાર્ટી કાર ઈન્સ્યોરન્સ પોલિસી વગર ડ્રાઈવિંગ કરતી પકડાઈ જાય, તો તેણે અપડેટેડ મોટર વ્હીકલ એક્ટ 2019 હેઠળ પ્રથમ વખત રૂ. 2000નું ચલણ જ્યારે આ ભૂલનું પુનરાવર્તન કરવા પર રૂ. 4000નું ભારે ચલણ ચૂકવવું પડશે.

વીમાનો દાવો કરવા માટે આ દસ્તાવેજો પૂરા રાખો

થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સનો ક્લેમ કરવા માંગો છો તો તેના માટે કેટલાક દસ્તાવેજો પણ જરૂરી છે, જેમાં વાહન માલિક દ્વારા હસ્તાક્ષર કરેલું ક્લેમ ફોર્મ, વાહનના રજીસ્ટ્રેશન દસ્તાવેજો, એફઆઈઆર અને પોલિસીની નકલ, આરસીની નકલ અને ડ્રાઈવિંગ લાયસન્સની નકલનો સમાવેશ થાય છે. વીમાનો દાવો કરતા પહેલા, આ દસ્તાવેજો તમારી સાથે રાખો જેથી તમને દાવો મેળવવામાં વિલંબ ન થાય.

Read Also

Related posts

ખાદ્ય ચીજો પર GST જેવી બાબતો પરથી લોકોનું ધ્યાન ભટકાવવા બોયકોટની ગેમ રમવામાં આવી રહી છેઃ અનુરાગ કશ્યપ

Hemal Vegda

બ્રિટનના નવા વડાપ્રધાન ક્યારે ચૂંટાશે? મતદાનના કેટલા રાઉન્ડ બાદ નામ ફાઈનલ થાય છે, આ રહી પ્રક્રિયા

Binas Saiyed

આમિર ખાને લાલ સિંહ ચઢ્ઢાની અસફળતાના કારણે લીધો આ મોટો નિર્ણય, ફિલ્મે 5 દિવસમાં માત્ર 48 કરોડની કરી કમાણી

Hemal Vegda
GSTV