GSTV
Home » News » મૃત્યુ બાદ સ્વજનોને ઘરમાં જ દફનાવવામાં આવે છે, કારણ ધ્રુજાવી નાખશે

મૃત્યુ બાદ સ્વજનોને ઘરમાં જ દફનાવવામાં આવે છે, કારણ ધ્રુજાવી નાખશે

ઘરમાં કે પરીજનોમાં કોઈનું મૃત્યુ થઈ જાય ત્યારે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. આ વિધિ સ્મશાન ઘાટ કે પછી કબ્રસ્તાનમાં કરવામાં આવે છે. અંતિમક્રિયા માટે દરેક ગામ, શહેરમાં સ્મશાન ગૃહ અને કબ્રસ્તાન બનેલા હોય છે. આ જગ્યાઓ રહેણાક વિસ્તારથી થોડી દૂર બનેલી હોય છે. આવા સ્થાન પર લોકો જવાનું પણ ટાળે છે વળી કેટલાક લોકો તો આ જગ્યાઓએ જવાથી ડરે પણ છે. પરંતુ આપણા દેશમાં એક એવું ગામ છે જ્યાં લોકો આ અંતિમ વિધિ પોતાના ઘરમાં જ કરે છે !

છત્તીસગઢના માનિકપુરીમાં પનિકા સમુદાય વસે છે. આ સમુદાયના લોકો એક વિચિત્ર પરંપરાનું પાલન કરે છે. અહીં લોકો પોતાના ઘરમાં જ મૃત પરીજનની સમાધિ બનાવે છે. અહીં ઘરના વડિલ હોય બાળકો હોય કે મહિલાઓ તેમની સમાધિ ઘરના આંગણામાં જ બનાવે છે એટલે કે તેઓ પ્રિયજનને ઘરમાં જ દફન કરી દે છે.

આ સમાજના લોકો પોતાના સ્વજનનું મોત થાય એટલે તેના મૃતદેહને અન્ય સ્થાન પર લઈ જઈ અને તેને દફનાવતા નથી તેઓ આ પરંપરાથી સાવ અલગ પ્રથાનું પાલન કરે છે. તેઓ ઘરના આંગણામાં કે વાડીમાં જ મૃતદેહને દફનાવી દે છે. એટલું જ નહીં તેઓ અહીં તેમનું સ્માકર પણ બનાવે છે. આમ કરી તેઓ તેમની પૂજા રોજ કરે છે. આ ઉપરાંત તેઓ ઘરમાં બનેલી સમાધિ પાસે વર્સી પાઠ પણ કરે છે.

Read Also

Related posts

IPL 2019: આજિંક્ય રહાણે પાસેથી ઝૂંટવી લેવાઇ રાજસ્થાન રૉયલ્સની કેપ્ટન્સી, આ ખેલાડીને સોંપાઇ ટીમની કમાન

Bansari

રિલીઝના બીજા જ દિવસે કલંકનો બોક્સઓફિસ પર ફટાકીયો થઈ ગયો

Mayur

ફક્ત 17 મિનિટમાં ફુલ ચાર્જ થઇ જશે સ્માર્ટફોન, Xiaomi લાવી રહી છે દુનિયાનું સૌથી ફાસ્ટ ચાર્જર

Bansari