મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં ગુરૂવારે એક ખતરનાક રોડ અકસ્માતની ઘટના સામે આવી છે. ખાલવા પોલીસ સ્ટેશનની હદમાં આવતા મહલૂ ગામ પાસે બપોરે એક જાન લઈને જઈ રહેલી ટેક્ટર ટ્રોલી કાબૂ બહાર જતાં નાળામાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં વરરાજ સહિત તેની માતા અને અન્ય છ લોકોના મોત થયા છે. જ્યારે 30થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. જ્યાં અડધો ડઝન લોકોની હાલત અત્યંત ખરાબ છે. આ દુર્ઘટનાની જાણ થતાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તથા ઘાયલ લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી દીધા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, ખાલવાના ગારબેડીના કુંવર સિંહની જાન ટ્રેક્ટર ટ્રોલીમાં જઈ રહી હતી. ટ્રોલીમાં લગભગ 35 લોકો સવાર હતા. જેમાં મહિલાઓ-પુરૂષો અને બાળકો પણ સામેલ હતા. આ જાન મહલૂ ગામ પાસે પહોંચી રહી હતી, ત્યાં પુલ પરથી પસાર થઈ રહ્યુ હતું, ત્યારે જ ટ્રેક્ટર ટ્રોલીનું સંતુલન બગડતા ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે ટ્રોલી પલ્ટી ગઈ હતી. જે પંદર ફૂટ નીચે ખાઈમાં પડ્યુ હતું, જેના કારણે કેટલાય લોકો ઘાયલ થયા હતા. થોડી વારમાં તો ત્યાં કાળો દેકારો થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં વરરાજા કુંવર સિંહ સહિત ભગવતી બાઈ, સરજૂબાઈ, બુધિયાબાઈ, તુલસીબાઈ અને ગોપીબાઈ સહિતના મોત થયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બચાવની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

READ ALSO
- કોરોના સંક્રમણ અટકાવવા નવી ટેક્નિક, airport પર ભીડ વધતા જ વાગવા લાગશે અલાર્મ
- આ કારણે કપિલ શર્માથી ક્યારેય નારાજ ના હોઈ શકે સુનીલ ગ્રોવર, કોમેડી કિંગ અંગે કહ્યું કે- ‘કપ્પુ એવો માણસ છે કે…’
- હાર્યા બાદનું ડહાપણ/ ઓસ્ટ્રેલિયન કોચને લાગ્યો મોટો ઝાટકો, કહ્યું- ટીમ ઈન્ડિયાને હવે ક્યારેય હળવાશમાં નહીં લઈએ
- ઘરેલૂ ઉપાય/ નખની આજૂબાજૂમાં ઉખડતી ચામડીથી હવે પરેશાન થવાની જરૂર નથી, આવી રીતે મળશે રાહત
- ગુપકાર ગઠબંધનને પ્રથમ મોટો ઝાટકો, સજ્જાદ લોને આ આરોપ લગાવતા છોડ્યો સાથ