સારાની ડેબ્યૂ ફિલ્મ કેદારનાથને ગુજરાતમાં લાગશે ઝટકો, આ છે મોટું કારણ

બોલિવૂડ ફિલ્મ કેદારનાથના વિરોધમાં ગુજરાત હાઇકોર્ટમાં PIL દાખલ કરવામાં આવી છે. આ અરજી  અાંતરરાષ્ટ્રીય  હિન્દૂ સેના દ્વારા દાખલ કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય  હિન્દૂ સેનાનો આક્ષેપ છે કે, ફિલ્મમાં વાંધાજનક દ્રશ્યો ફિલ્માવવામાં આવ્યા છે. ફિલ્મમાં લવ-જેહાદને પ્રોત્સાહન અને હિન્દુઓની લાગણી દુભાય છે. જેથી આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની માગ કરવામાં આવી છે. જેના પગલે સારા અલિખાનની અા ડેબ્યૂ ફિલ્મને ઝટકો લાગી શકે છે. 7મી ડિસેમ્બરે આ ફિલ્મ રિલિઝ થાય તેવી સંભાવના છે. ગુજરાત જ નહીં ઘણા રાજ્યોમાં અા પ્રકારે વિરોધ જાગ્યો છે. જેમાં લવ જેહાદને પ્રાધાન્ય અાપ્યું હોવાની બાબતે હિન્દુઓ નારાજ છે. 

સુશાંત સિંહ રાજપુત અને સારા અલી ખાનની ફિલ્મ ‘કેદારનાથ’નું ટીઝર રીલીઝ થઈ ગયું છે.  ટીઝર લૉન્ચ થયા બાદ ઉત્તરાખંડમાં હાજર કેદારનાથનાં 3 પુરોહિતો તરફથી તીખી પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું છે કે ફિલ્મ હિંદૂઓની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. આ કારણે ફિલ્મ પર બેન થવો જોઇએ.  ‘કેદારનાથ’ ફિલ્મ દ્વારા સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન બોલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે. ફિલ્મનું શૂટિંગ 2 વર્ષ પહેલા જ કેદારનાથમાં થયુ હતુ. ફિલ્મમાં વર્ષ 2013માં કેદારનાથમાં આવેલી પૂર હોનારત આધારિત લવ સ્ટોરને દર્શાવવામાં આવી છે.

અભિષેક કપૂર નિર્દેશિત આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત લીડ રૉલમાં છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર ચેયરમેન શુક્લાએ કહ્યું કે, “પૂજારીઓએ ત્યારે પણ વિરોધ કર્યો હતો જ્યારે કેદારનાથ નજીક આ ફિલ્મનાં અશ્લિલ ગીતને શૂટ કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ તે વિસ્તારનાં લોકોએ પણ ફિલ્મનો વિરોધ કર્યો હતો.”

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter