કોરોનાના સંક્રમણમાં અમદાવાદ કરતાં પણ હાલ સુરત આગળ નીકળી ગયું છે. દરમ્યાનમાં ત્યાંથી ઘણા બધાં લોકો રોજેરોજ અમદાવાદ આવી રહ્યાં છે. જે અંગે આજે પૂર્વઝોનના હેલ્થ ખાતાની ટીમ એક્સપ્રેસ-વે પર કામે લાગી હતી અને સુરતથી આવતા લોકોને તપાસ્યા હતા. જેમાં 574ને તપાસીને રેપિડ-એન્ટીજન ટેસ્ટ કરતાં 23 લોકો પોઝિટિવ હોવાનું જણાયું હતું.

ટોલનાકા નજીક શરૂ કરાઇ હેલ્થની ચકાસણી
આ અંગે તપાસ કરતાં જાણવા મળ્યું છે કે સુરત કે વલસાડ તરફથી આવતી મોટરકાર, એસટી, અન્ય વાહનોમાં આવી રહેલાં લોકોની હેલ્થની ચકાસણી ટોલનાકાની નજીક શરૂ કરાઇ છે. આ પૈકી બે મોટરકારના ડ્રાયવરોને કોરોના પોઝિટિવ હોવાનું જણાતા તેમને એ જ વિસ્તારની કોઠીયા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યારે અન્ય બે લોકો એવા હતા જેમના ઘર અમદાવાદમાં છે, અને પોઝિટિવ હતા.
તેમને તેમના ઘરે હોમ-આઇસોલેશન કરી દેવાયા છે. જ્યારે 19 સુરતના જ હતા, તેમને એક કારમાં ચાર-ચારને બેસાડીને પાછા મોકલી દેવાયા હતા. તેમજ સુરતના હેલ્થ વિભાગને જેમને કોરોના હોવાનું જણાયું હતું, તેમના નામ, કાર નંબર, સરનામા વગેરે આપી દેવામાં આવ્યા છે. જેથી તેઓ ત્યાં પહોંચે તે પછી તુરત જ તેમની ત્યાં સારવાર શરૂ થઇ શકે.

23 લોકો નીકળ્યાં કોરોના પોઝિટિવ
આ માટે પૂર્વઝોનના હેલ્થ ખાતાએ અર્બન હેલ્થ સેન્ટરના ત્રણ-ત્રણ કર્મચારીઓની ટીમો પાડી છે. જે એક્સપ્રેસ વે પર રાત-દિવસ ફરજ પર રહેશે અને તમામ વાહનોનું ચેકીંગ કરશે. આજે સવારે 8 વાગ્યે ટીમો કામે ચડી તેના દ્વારા જ સાંજ સુધીમાં 23 લોકો પોઝિટિવ હોવાનું જણાયું હતું.
પીપીઈ કીટ પહેરીને તેઓ ગરમી વચ્ચે રોડમાં બાવેલા ડોમમાં સતત કાર્યશીલ રહે છે. કોરોનાનું સંક્રમણ વધુ ફેલાતું અટકાવવા આ પ્રકારના તમામ પગલાંની જરૂર પડે છે. અમદાવાદમાં હાલ દર્દીનો આંકડો પ્રમાણમાં નીચો ગયો છે, ત્યારે જરા અમથી પણ બેદરકારી ફરી હતી તે જ સ્થિતિમાં શહેરને ધકેલી શકે છે.
Read Also
- આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી
- અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત