GSTV
Gujarat Government Advertisement

કુંભના મેળામાં ગયેલા લોકોને પહેલા આઇસોલેટ કરી અને આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યા બાદ જ કોઈપણ જિલ્લામાં પ્રવેશ કરવામાં આવે

Last Updated on April 17, 2021 by Pravin Makwana

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે કે, કુંભ મેળામાં જઈને આવેલા લોકોને પહેલા આઈસોલેટ કરવામાં આવશે, ત્યાર બાદ તેમનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યા બાદ જ કોઈ પણ જિલ્લામાં પ્રવેશ આપવામાં આવશે. તે સિવાય પ્રવેશ વર્જિત રહેશે. આપને જણાવી દઈએ કે, કુંભમાં હાલ શાહી સ્નાન ચાલી રહ્યા છે. લોકો આસ્થાની ડુબકી તો લગાવી રહ્યા છે, પણ તેના કારણે જોખમ ખૂબ વધ્યુ છે.

હરિદ્વારમાં ચાલી રહેલા કુંભમાં સાધુ સંતો અને શ્રદ્ધાળુઓમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યુ છે. આ ઘટના બાદ પ્રશાસન આખરે હરકતમાં આવ્યુ છે. કેટલાય અખાડા પહેલાથી કુંભમાંથી વાપસી કરી રહ્યા છે. જેને લઈને આજે પ્રધાનમંત્રી મોદીનું પણ મોટુ નિવેદન આવ્યુ છે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ હતું કે, આચાર્ય મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી અવધેશાનંદ ગિરીજી સાથે આજે ફોન પર વાત કરી. તમામ સંતોના હાલચાલ જાણ્યા. તમામ સંતગણ પ્રશાસનને દરેક પ્રકારે સહયોગ કરે છે. મેં તેના માટે સંત જગતનો આભાર વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ આગળ જણાવ્યુ હતું કે, મેં પ્રાર્થના કરી છે કે, શાહી સ્નાનને ખતમ કરવામાં આવે, અને હવે કુંભમાં કોરોનાના સંકટને જોતા પ્રતિકાત્મક જ રાખવામાં આવે. તેનાથી આ સંકટની લડાઈમાં વધુ એક તાકાત મળશે.

તો વળી વડાપ્રધાન મોદીના નિવેદન બાદ મહામંડલેશ્વર અવધેશાનંદ ગિરીએ કહ્યુ હતું કે, માનનીય પ્રધાનમંત્રીજીના આહ્વાનનું અમે સન્માન કરીએ છીએ. સ્વયં અને અન્યોની જીવની રક્ષા એક પુણ્ય છે. મારુ ધર્મ પરાયણ જનતાથી આગ્રહ છે કે, કોવિડની પરિસ્થિતીને જોતા તમામ પ્રકારના નિયમોનું પાલન કરો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

તાઉ-તે સામે તંત્ર એલર્ટ / તત્કાલ ધોરણે NDRFની 15 ટીમોનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, દરિયાકાંઠાના વિસ્તારો પર કરાશે તૈનાત

Dhruv Brahmbhatt

તાઉ-તે વાવાઝોડાની અસર, રાજ્યના વિવિધ જીલ્લામાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ

pratik shah

વાવાઝોડું/ ગુજરાતમાં અહીંથી લોકોનું સ્થળાંતર શરૂ, 860 લોકોને સલામત સ્થળે ખસેડાયા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!