દિવાળીના વેકેશનમાં લોકો ફરવા નિકળે છે પરંતુ બસની વ્યવસ્થામાં છે આવી મુશ્કેલી

દિવાળીના તહેવારોમાં લોકોનો હાલમાં પણ માદરે વતન જવાનો તેમ જ હવાફેર કરવા જવાનો ઉત્સાહ યથાવત્ રહ્યો છે. આ કારણે ખાનગી ટ્રાવેલ અનેપબ્લિક ટ્રાન્સપોર્ટની બસો લગભગ પેક જતી હોય છે. અમદાવાદના ગીતા મંદિરબસ મથક પરપણ મુસાફરોનો ધસારો જોવા મળી રહ્યો છે. ટિકિટ બારી  પર લાંબી કતારો જોવા મળે છે.

મુસાફરોની સુવિધાના મોટા મોટા બણગા ફુંકતા એસટી તંત્રને મુસાફરોની મુશ્કેલીઓની જરાપણ ચિંતા જણાતી નથી. ગમે ત્યારે બસો કેન્સલ થઈ રહી છે. તો કેટલીક બસો સમયસર આવતી નહીં હોવાની ફરિયાદ થઈ રહી છે.પીવાના પાણીની તેમજ વોશરૂમની સમસ્યા તો જાણે કાયમી બાબત બની ગઇ છે. મજબૂર થઇ ખાનગી બસમાં મુસાફરી કરતા મુસાફરો એસટી તંત્ર પોતાનું કલેવર બદલે તેવી આશા રાખી રહ્યા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter