GSTV

વડોદરા દુષ્કર્મ કેસ / શંકાના ઘેરામાં આવેલી ઓએસીસ સંસ્થાના સમર્થનમાં આવ્યા લોકો, પોલીસ કરી રહી છે કાર્યવાહી

ઓએસીસ

Last Updated on November 25, 2021 by Zainul Ansari

વડોદરામાં એન.જી.ઓમાં કામ કરતી યુવતી પર દુષ્કર્મ અને આપઘાત બાદ ઓએસીસ સંસ્થા શંકાના ઘેરામાં છે. ત્યારે આ સંસ્થા સાથે જોડાયેલ યુવતીઓ અને માતાપિતા સંસ્થાના સમર્થનમાં આવ્યા છે. તારીખ 4 નવેમ્બરના રોજ વેક્સિન ઇન્સ્ટિયુટ ખાતે વડોદરાના ઓએસીસ સંસ્થામાં કામ કરતી યુવતી સાથે દુષ્કર્મ થયું હોવાથી તેણે આપઘાત કર્યો હતો ત્યારથી જ ઓએસીસ સંસ્થા સામે શંકા ની સોંય ઉભી થઇ છે.

ઓએસીસ

આ સંસ્થા સામે આપઘાત કરનાર યુવતીના માતાપિતાઓએ પણ આક્ષેપ કર્યા હતા કે તેમની દીકરીઓ પરત આવવા માંગતી નથી. ઉપરાંત સિંઘરોટ ખાતે પણ સંસ્થાની પ્રવૃત્તિઓ સામે આવ્યા બાદ તંત્રએ કાર્યવાહી કરી હતી. ત્યારે ફરી એકવાર આ સંસ્થા વિવાદમાં આવતા પોલીસ વિભાગ દ્વારા સંસ્થાના રજિસ્ટ્રેશન રદ્દ કરવા મામલે તપાસ હાથ ધરતા આખરે સંસ્થાના સમર્થનમાં ત્યાં કામ કરતી યુવતીઓ અને તેમના માતા પિતા આવ્યા છે.

પોલીસ ભવન ખાતે પહોંચેલા યુવતીઓ અને માતાપિતાએ યુવતી સાથે દુષ્કર્મનું દુઃખ હોવાનું તો કહ્યું પરંતુ કેસ મામલે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું અને મીડિયા સામે પણ રોષ પ્રગટ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે અત્યારસુધી મીડિયા દ્વારા વારંવાર સંસ્થાનો સંપર્ક કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. પરંતુ કોઈ બોલવા રાજી ન હતું ત્યારે પોલીસ વિભાગે લાલ આંખ કરતા હવે સંસ્થાને જ મીડિયાની જરૂર પડી છે.

Read Also

Related posts

Big News/ આ દેશોમાંથી ગુજરાત આવી રહેલા લોકો માટે RTPCR ફરજિયાત, કોરોનાના વધતા કેસો વચ્ચે સરકારનો મોટો નિર્ણય

Bansari

NEET PG કાઉન્સેલિંગ મોકૂફ રાખવા બદલ અમદાવાદના તબીબોમાં નારાજગી, રાજ્યભરમાં કરશે જોરદાર વિરોધ

Pravin Makwana

દ્વારકા/ ભાજપના અગ્રણી મનસુખ પરમારનું માર્ગ અકસ્માતમાં નિધન, સતવારા સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!