GSTV

કરોડો રૂપિયાનું આ ઘર ખરીદવા લોકો કરી રહ્યા છે પડાપડી, પહેલી નજરે જોતા લાગે ફિલ્મનો સેટ

Last Updated on September 20, 2021 by Zainul Ansari

કોઈપણ વ્યક્તિ મકાનની ખરીદી કરવા માટે નિર્ણય લે ત્યારે સૌથી પહેલા તે વ્યક્તિ આસપાસના વિસ્તાર અને લોકોની સંપૂર્ણ તપાસ કરે છે કારણકે, મિલકત ખરીદવી એ ખુબ જ મોટી વાત છે. બ્રિટનના કેન્સિંગ્ટન અને ચેલ્સિમા એક મિલકતના વેચાણ માટેની કિંમત 8 લાખ પાઉન્ડ રાખવામાં આવી છે. ભારતીય ચલણ મુજબ આ રકમ અંદાજે 5 કરોડ રૂપિયા છે. વિશેષ વાત તો એ છે કે, આ ઘર 13 ફૂટ પહોળું છે તેમછતાં પણ તેની કિંમત આટલી વધારે છે.

આ રકમ ઘર માટે છે એકદમ યોગ્ય :

આ ઘર બહારના દેખાવથી ભલે પાતળું દેખાય પરંતુ, તેની અંદરનો ભાગ ખૂબ જ વિશાળ અને સુંદર છે. ઘરની આગળ અને પાછળથી પહોળાઈ 13 ફૂટ જેટલી છે અને અહીં સ્ટોરેજની સુવિધા પણ ખુબ જ સારી છે. આ ફ્લેટના ફોટોસ જોઈને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ મિલકત માટે આ રકમ એકદમ યોગ્ય છે. પહેલી નજરે તો આ ઘર તમને એક ફિલ્મના સેટ જેવું લાગે છે.

ઘર નાનું હોવા છતાં પણ છે ગાર્ડન :

ઘરની બહારની તરફ ભલે જરાપણ જગ્યા નથી પરંતુ, ઘરની અંદર પ્રવેશતાની સાથે જ કોરિડોર, સફેદ દિવાલો અને મોટી બારીઓથી ઘર સજ્જ છે. આ ફ્લેટમાં તમને બે ડબલ બેડરૂમ, એક મોટો લિવિંગ રૂમ અને બાથરૂમ જોવા મળશે. આશ્ચર્યની વાત એ છે કે, આટલી નાની જગ્યામાં ગાર્ડન પણ ખુબ જ સરસ રીતે સજાવવામાં આવ્યું છે. આ ઘર થર્લો સ્ક્વેરમાં બનાવવામાં આવ્યું છે. સાઉથ કેન્સિંગ્ટન ટ્યુબ સ્ટેશન પાસે બનેલા આ ફ્લેટની સામે એક સુંદર પાર્ક પણ છે.

ગ્રાહકો ભારે કિંમત ચૂકવવા માટે પણ તૈયાર :

આ ઘર ખરીદવા માટે લોકો મોઢે માંગી કિંમત ચૂકવવા પણ તૈયાર છે અને પર્પલ બ્રિકસ આ ઘરનું વેંચાણ થઇ રહ્યું છે. આ ફ્લેટની એક બાજુ સર્જરી ક્લિનિક છે અને બીજી બાજુ હેર ડ્રેસીંગ સલૂન છે. આ પાંચ માળનું ઘર 1034 ચોરસ મીટરમાં સ્થિત છે. તેને અદભૂત મિલકત તરીકે વર્ણવવામાં આવી રહી છે. અગાઉ આવું જ એક1.66 મીટરનું સાંકડું ઘર બ્રિટનમાં 60 મિલિયનમાં વેચાયું હતું.

Read Also

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!