GSTV
Bollywood Entertainment Trending

ખાદ્ય ચીજો પર GST જેવી બાબતો પરથી લોકોનું ધ્યાન ભટકાવવા બોયકોટની ગેમ રમવામાં આવી રહી છેઃ અનુરાગ કશ્યપ

દેશમાં પનીર અને બિસ્કીટ જેવી ખાવાની બેઝિક ચીજો પર GST હોય તો લોકોના ખિસ્સામાં ફિલ્મ જોવાના પૈસા ક્યાંથી બચે એવું વિધાન જાણીતા ફિલ્મ સર્જક અનુરાગ કશ્યપ એ કહ્યુ છે. અનુરાગ કશ્યપના કહેવા અનુસાર ખાદ્ય ચીજો પર GST જેવી બાબતો પર લોકોનું ધ્યાન ભટકાવવા માટે બોયકોટની ગેમ ખેલવામાં આવી રહી છે.

GST

બોલીવુડ હજુ આઝાદ નથી થયું

અનુરાગે કહ્યું હતું કે દેશની આઝાદીને 75 વર્ષ થયા પરંતુ બોલીવુડ આઝાદ નથી થયું. અત્યારે અર્થતંત્રની હાલત બહુ ખરાબ છે તેના પરથી લોકોનું ધ્યાન વાળવા બોલીવુડ અને ક્રિકેટની જ ચર્ચા કરવામાં આવી રહી છે. લોકોને બોલીવુડમાં અટવાયેલા રાખી અસલી સમસ્યાઓથી વિમુખ કરવામાં આવી રહ્યા છે. 

GST

અનુરાગે બોલીવુડની ફિલ્મોની કન્ટેન્ટનો બચાવ કરતા કહ્યું હતું કે વાસ્તવમાં પરિસ્થિતિ એટલી ખરાબ પણ નથી કે જેવું ચિત્રણ કરવામાં આવી રહ્યું છે. એક  કાલ્પનિક હાઉ ઉભો કરી ફિલ્મ સર્જકોને ડરાવવામાં આવી રહ્યા છે. સાઉથની જ ફિલ્મો હિટ થાય છે એવી એવી ખોટી છાપ ઊભી કરવામાં આવી છે. તપાસ કરો તો ખ્યાલ આવશે કે સાઉથમાં પણ બધી જ ફિલ્મો સુપરહિટ થઈ છે એવું નથી.

READ ALSO:

Related posts

માનવોને લઈને ઉડનાર ડ્રોન સંપૂર્ણપણે તૈયાર, ટૂંક સમયમાં ભારતીય નૌકાદળમાં થશે સામેલ

Hemal Vegda

તેલમાં ફ્રાય કર્યા વિના કૂકરમાં જ આ રીતે બનાવો ખસ્તા સમોસા, બનાવવામાં સરળ

Hemal Vegda

ઉત્તરાખંડમાં દિલ્હીના જોઈન્ટ સેક્રેટરીએ સગીર છોકરીની કરી છેડતી, આરોપીની પોલીસે કરી લીધી ધરપકડ

HARSHAD PATEL
GSTV