આઝાદીનાં સમયથી લોકો કરી રહ્યાં છે અરજી અને લાગે છે કે હજુ 50 વર્ષ…..

જમ્મુ કશ્મીરના બારામુલા જીલ્લાના પાટણ વિસ્તારમાં ધારાગાંવના ગામની વચ્ચેથી એક નદી વહે છે અને એ નદી પર પુલ ન બનવાને લીધે લોકોમાં મુશ્કેલી ઉભી થાય છે. ખાસ કરીને શિયાળામાં ઠંડી વધવાને કારણે લોકોને ગામનાં એક તરફથી બીજા તરફ સુધી જવું પડે છે અને એ ત્યારે જ શક્ય બને કે જ્યારે નદી પાર કરો. વરસાદની સિઝનમાં મુશ્કેલીઓ ખુબ વધી જાય છે કારણ કે નદીનું પાણી વધે છે.

ગામના લોકોનું કહેવું છે કે છેલ્લા 50 વર્ષથી સતત તે સરકાર અને સરકારી અધિકારીઓને વારંવાર ગામમાં પૂલ બનાવવાનું કહે છે, પણ તેમની મુશ્કેલી પર કોઈએ અત્યાર સુધી ધ્યાન દોર્યું નથી. ગામના 70 વર્ષનાં મોહમ્મદ અકબર પેર કહે છે કે1970થી સતત ગામમાં નદી પર પુલ બનાવવા માટે દરેક મંત્રીઓ અને અધિકારીઓને અરજી કરી છે, પરંતુ ખોટા દિલાસા સિવાય બીજું કંઈ મળ્યુ નથી.

ઘણીવાર ગામ લોકોએ પ્રદર્શન કર્યું પણ કાંઈ કામ થયું નથી. જ્યારે રાજ્યના રસ્તાઓ અને મકાનોના અધિકારીઓ પાસે ‘આજતક’ એ જાણ્યું છે કે કેમ આ ગામમાં પૂલ નથી બનાવત., ત્યારે આર એન્ડ બીનાં ચીફ એન્જિનિયરે કહ્યું કે, 2016માં સરકારને અરજી મોકલેલી છે પણ હજુ સરકારમાંથી પૂલ બનાવવાની મંજુરી મળી નથી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter