GSTV

સરહદ પર ચીન અને નેપાળ સાથે તણાવ વચ્ચે લોકોએ અમિત શાહને 2014માં અપાયેલા આ વચનોની અપાવી યાદ

Last Updated on June 2, 2020 by Karan

ભારત ચીન અને ભારત પાકિસ્તાન અને ભારત નેપાળ વચ્ચે જે તનાવ ઊભો થયો છે ત્યારે 2014માં ચૂંટણી સમયે ભાજપના પૂર્વ પ્રમુખ અને ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા અપાયેલા વચનનોને લોકો ફરી યાદ કરાવી રહ્યાં છે. ચીન અને ભારત વચ્ચે જે વિવાદ ઉભો થયો છે એ મનમોહન સરકાર સમયે પણ થયો હતો. એ સમયે અમિત શાહે જે પણ કહ્યું હતું એ અહીં અક્ષરશ: આ પ્રમાણે છે.

મોદી વડા પ્રધાન બન્યા બાદ પાકિસ્તાની ઘુસણખોરો ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાની હિંમત કરશે નહીં

23 એપ્રિલ 2014માં ભાજપના તે સમયના નેતા અને હાલના ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, હાલના યુપીએની મનમોહન સીંહના શાસન હેઠળ દેશની સરહદો સુરક્ષિત નથી. ભાજપના નેતા અમિત શાહે કહ્યું હતું કે એકવાર નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા બાદ પાકિસ્તાની ઘુસણખોરો ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાની હિંમત કરશે નહીં. શાહે લોકસભા 2014ની ચૂંટણી રેલીમાં અપના દળના નેતા અને એનડીએના ઉમેદવાર અનુપ્રિયા પટેલના સમર્થનમાં યોજાઈ રહેલી રેલીમાં અમિત શાહે આ લલકારો ફેંકયા હતા.

માત્ર સૈનિકો જ નહીં, દેશની સરહદો પણ સુરક્ષિત નથી

એ સમયે મોદીના વિશ્વાસુ અને ઉત્તર પ્રદેશમાં પાર્ટીના કાર્ય પ્રભારી શાહે કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે હાલના શાસન હેઠળ માત્ર સૈનિકો જ નહીં, દેશની સરહદો પણ સુરક્ષિત નથી.શાહે કહ્યું હતું કે, જ્યારે પણ ચીની સૈનિકો ઇચ્છે છે ત્યારે તેઓ આવે છે અને આપણા વિસ્તારમાં પિકનિકની ઉજવણી કરે છે અને સરકાર કંઇ કરી શકે તેમ નથી. આ પહેલા શાહે એક સવાલનો જવાબ આપ્યો હતો કે મોદી વારાણસીથી લોકસભાની ચૂંટણી ચૂંટણી જીતવા નહીં પરંતુ રાજ્યના લોકોના દિલ જીતવા માટે લડી રહ્યા હતા.

ચીની સૈનિકો ઇચ્છે છે ત્યારે તેઓ આવે છે અને આપણા વિસ્તારમાં પિકનિકની ઉજવણી કરે છે – શાહ

તેમણે કહ્યું કે, ‘મોદીજી ચૂંટણી જીતવા નહીં, પણ લોકોના દિલ જીતવા માટે ચૂંટણી લડી રહ્યા છે.’ જ્યારે ભાજપ સત્તા પર આવ્યા ત્યારે આર્થિક નીતિ અપનાવવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે, નીતિ ગરીબ લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે.આજે આ તમામ બાબતો લોકો તેમને પૂછી રહ્યાં છે કારણ કે હવે તો મોદી પીએમ છે અને સુરક્ષાની જવાબદારી પણ અમિત શાહના હાથમાં છે. હાલમાં અમિત શાહે ચૂંટણી સમયે આપેલા વચનોને લોકો ફરી યાદ કરી સરકારની ઝાટકણી કાઢી રહ્યાં છે.

Related posts

શેર બજાર / બેંક FD અથવા RDમા નહીં અહીં 4 મહિનામાં 1 લાખ રૂપિયાના થયા 12 લાખ રૂપિયા, આ શેરે રોકાણકારોને કરી દીધા માલામાલ

Zainul Ansari

ભલે તમને અજીબ લાગે, પરંતુ નહાવાનો આ છે સાચો ટાઈમ, કેટલીય બીમારીઓ રહેશે ગાઉ દૂર

Harshad Patel

ભારતે બનાવેલા સલામ ડેમ પર તાલિબાનનો હુમલો, અફઘાન સેનાના પ્રહાર બાદ જીવ બચાવી ભાગ્યા હુમલાખોરો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!