GSTV

પેન્શનર્સને મોટી રાહત/ હવે લાઈફ સર્ટિફિકેટ માટે નહીં લગાવવા પડે બેંકના ચક્કર, બસ આટલું જ કરો અને સરળતાથી મેળવો જીવન પ્રમાણપત્ર

સ્કીમ

Last Updated on July 21, 2021 by Harshad Patel

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના તમામ પેન્શનભાગીઓ માટે સારા સમાચાર છે. હવે તેને લાઈફ સર્ટિફિકેટ મેળવવના માટે બેંકના ચક્કર નહીં કાપવા પડે. તેમની સગવડતા માટે ઈન્ડિયા પોસ્ટે રાહતભરી જાહેરાત કરી છે. એ અંતર્ગત હવે પેન્શનરે પોતાની નજીકની કોઈપણ પોસ્ટ ઓફિસથી જીવન પ્રમાણપત્ર મેલવી શકે છે. એનાથી તે પેન્શન ઉપભોક્તાને રાહત મળશે. જે તકનીકિ જાણકાર નથી અથવા તો તેને લેવા માટે બેંક સુધી જવું પડતું હતું.

પોસ્ટઓફિસથી સીએસી કાઉન્ટર પર જીવન પ્રમાણપત્ર સેવાઓનો લાભ ઉઠાવી શકે

ઈન્ડિયા પોસ્ટે આ કાર્યમાં પોતાની અધિકારીક ટ્વિટર હેન્ડલથી આ બાબતની જાણકારી આપી અને કહ્યું, વરિષ્ઠ નાગરીકો હવે સરળતાથી નજીકના પોસ્ટઓફિસથી સીએસી કાઉન્ટર પર જીવન પ્રમાણપત્ર સેવાઓનો લાભ ઉઠાવી શકે છે. જીવન પ્રમાણની અધિકારીક વેબસાઈટ jeevanpramaan.gov.in અનુસાર આ જીવનપ્રમાણપત્રને પ્રાપ્ત કરવા માટે પેન્શન પ્રાપ્ત કરનારી વ્યક્તિ અથવા તો વ્યક્તિગત રૂપથી પેન્શન વિતરણ એજન્સી જવું પડશે અથવા પ્રાધિકરણ દ્વારા જારી કરેલ જીવનપ્રમાણપત્ર પ્રાપ્ત કરવાનું રહેસે. જ્યાં તેઓ પહેલા સેવા આપી ચૂક્યા છે અને તેને સંવિતરણ એજન્સીને સોંપી દીધું છે.

સરકારની પેન્શનભાગી યોજના માટે ડિજીટલ જીવન પ્રમાણપત્ર

જીવનપ્રમાણપત્રની અધિકારીક વેબસાઈટ મુજબ ભારત સરકારની પેન્શનભાગી યોજના માટે ડિજીટલ જીવનપ્રમાણપત્ર મેળવવાની પૂરી પ્રક્રિયાને ડિજીટલાઈઝ કરી આ સમસ્યાનું સમાધાન કરવા ઈચ્છે છે. એનો ઉદ્દેશ્ય આ પ્રમાણપત્ર પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને આસાન બનાવવાની છે.

આ રીતે કરવાની રહેશે અરજી

કોઈ પણ વ્યક્તિ પોતાના મોબાઈલ નંબરથી 7738299899 પર એસએમએસ મોકલીને નજીકના જીવનપ્રમાણ કેન્દ્રની જાણકારી મેળવી શકાશે. એસએમએસ ટેક્સ જેપીએલ<પીનકોડ>હશે. પેન્શનદારને આપવામાં આવેલ પીનકોડની આસપાસ જીવનપ્રમાણ કેન્દ્રનું એક લીસ્ટ મળશે. આ લિસ્ટ મેળવીને પોતાના નજીકના કોઈ સેન્ટરની પસંદગી કરી શકો છો. ત્યાં જઈને તમારી ડીજીટલ જીવન પ્રમાણપત્ર મેળવી શકો છો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

રાહત/ SBI Home Loanને લાવી ખુશખબર, મોનસુન ધમાકા ઓફરમાં મળશે આ મોટો ફાયદો

Damini Patel

સગીરનો હાથ પકડીને પ્રેમ વ્યક્ત કરવો જાતીય સતામણી નથી: પોક્સો કોર્ટે 28 વર્ષીય આરોપીને નિર્દોષ જાહેર કર્યા

Pravin Makwana

જમાઈરાજા બગડ્યા: પત્નિ અને સસરા ઘર જમાઈ બનાવવા માગતા હતા, જમાઈ એવો ભડક્યો કે વિજળીના થાંભલા પર ચડી બેઠો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!